Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેનના બેલે ડાન્સર આર્ટીઓમ ડેટશીશિન યુદ્ધની ભેટ ચઢ્યા, રશિયન ગોળીબારમાં ગુમાવ્યો જીવ

05:34 AM Jun 30, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં પરેશાન થયા છે. ઘણા નિર્દોષ નાગરિકો આ યુદ્ધની ભેટ ચઢી ગયા છે. હવે તેમા એક વધુ નામ જોડાઇ ગયું છે. યુક્રેનના બેલે સ્ટાર આર્ટીઓમ ડેટશીશિને પોતાનો જીવ ગુમાવ્યો છે.
રશિયન ગોળીબારમાં ઘાયલ થયાના અઠવાડિયા પછી ડેટશિન ગુરુવારે મૃત્યુ પામ્યા. તેઓ 43 વર્ષના હતા. ન્યૂઝ પોર્ટલ ઈવનિંગ સ્ટાન્ડર્ડ પાસેથી માહિતી મેળવ્યા બાદ લોકોએ આ વિશે જણાવ્યું. ડેટશીશિન યુક્રેનના નેશનલ ઓપેરાના મુખ્ય નૃત્યાંગના હતા. શુક્રવારે કિવમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. થોડા દિવસો પહેલા, યુક્રેને રાજધાની શહેરમાં રહેણાંક મકાન પર રશિયન રોકેટ હુમલામાં મોતને ભેટેલી અભિનેત્રી ઓક્સાના શ્વેટ્સને વિદાય આપી હતી.

24 ફેબ્રુઆરીના રોજ, રશિયાએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી, યુક્રેનિયન સૈનિકોના આક્રમણનો સામનો કરવા માટે ડોનેટ્સક અને લુહાન્સ્કના અલગ પ્રજાસત્તાકો તરફથી મદદ માટેના કોલનો જવાબ આપ્યો. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિશેષ ઓપરેશન ફક્ત યુક્રેનિયન સૈન્ય માળખાને નિશાન બનાવી રહ્યું છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સના કાર્યાલય અનુસાર, યુક્રેનમાં સંઘર્ષની શરૂઆતથી લગભગ 600 નાગરિકો માર્યા ગયા છે અને 1,000 થી વધુ ઘાયલ થયા છે.