+

નાટોમાં સામેલ નહીં થાય યુક્રેન : રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની જાહેરાત

રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેન નાટોમાં નહીં જોડાય. રશિયન મીડિયાના જણાવ્યા પ્રમણે ઝેલેન્સકીએ યુક્રેનના લોકોને કહ્યું છે કે તેઓ એ હકિકત સ્વીકારી લે કે આપણે નાટોમાં સામેલ નથી થઈ રહ્યા. અગાઉ યુક્રેને નાટોના સભ્યપદ માટે અરજી કરી હતી, પરંતુ હજુ સુધી તેને મંજૂરી મળી નથી. છેલ્લા 20 દિવસથી યુક્રેન અને àª
રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેન નાટોમાં નહીં જોડાય. રશિયન મીડિયાના જણાવ્યા પ્રમણે ઝેલેન્સકીએ યુક્રેનના લોકોને કહ્યું છે કે તેઓ એ હકિકત સ્વીકારી લે કે આપણે નાટોમાં સામેલ નથી થઈ રહ્યા. અગાઉ યુક્રેને નાટોના સભ્યપદ માટે અરજી કરી હતી, પરંતુ હજુ સુધી તેને મંજૂરી મળી નથી. છેલ્લા 20 દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અગાઉ પણ કહ્યું હતું કે તેઓ નાટોનો ભાગ નહીં બને.
તો બીજી તરફ રશિયન સેના દ્વારા યુક્રેનના ઘણા શહેરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ યુદ્ધને કારણે બંને દેશોને ભારે નુકસાન થયું છે અને હજુ પમ થઇ રહ્યુ છે. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાએ ટ્વિટર પર કહ્યું કે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 13,500 રશિયન સૈનિકો માર્યા ગયા છે. કુલેબાના જણાવ્યા અનુસાર યુક્રેને રશિયન સેનાના 1279 સશસ્ત્ર વાહનોનો નાશ કર્યો છે. આ સિવાય યુક્રેને 81 રશિયન એરક્રાફ્ટ અને 95 હેલિકોપ્ટર તોડી પાડ્યા છે. તેવી માહિતી તેમણે આપી છે.
ઝેલેન્સકી નરમ થયા કે બીજી કોઇ વાત?
અત્યારે યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીનું આ નિવેદન ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે યુદ્ધની શરૂઆતથી જ રશિયા સતત કહેતું આવ્યું છે કે યુક્રેનને કોઈપણ ભોગે નાટોમાં નહીં જોડાવા દઇએ. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ અનેક વખતે આવી ચેતવણી આપી છે. આવી સ્થિતિમાં હવે આ મુદ્દે ઝેલેન્સકીનું નરમ વલણ ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે.  જો કે રશિયા સાથે થયેલી પહેલી વાતચીત દરમિયાન પણ ઝેલેન્સકીએ આ મુદ્દા પર પોતાનું વલણ બદલ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ નાટોમાં જોડાવા પર વધુ ભાર નહીં મુકે. આવી સ્થિતિમાં જ્યારે યુદ્ધના 20 દિવસ પછી તેમણે ફરી દેશ સામે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે, ત્યારે તેમાંથી ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
Whatsapp share
facebook twitter