Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Russia ની રાજધાની Moscow માં Ukraine એ કર્યો Drone Attack

10:03 AM Jul 30, 2023 | Viral Joshi
  • એક મહિનામાં મોસ્કોમાં ચોથો ડ્રોન હુમલો
  • યૂક્રેનના ડ્રોન હુમલામાં બે બિલ્ડીંગને ક્ષતિ
  • હુમલા બાદ વનુકોવો એરપોર્ટ બંધ કરાયું

રશિયાની રાજધાની મોસ્કોમાં યુક્રેને ડ્રોન વડે હુમલો કર્યો છે. મોસ્કોના મેયરે જણાવ્યું હતું કે રાતના સમયે યુક્રેનિયન ડ્રોન હુમલામાં બે ઓફિસ બ્લોક્સને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. આ હુમલા બાદ મોસ્કોનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.

કોઈ જાનહાનિ નહી

યુક્રેને મોસ્કો પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનના સૈન્ય ડ્રોને મોસ્કોમાં બે ઈમારતોને નિશાન બનાવી છે. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. મોસ્કોના મેયરે જણાવ્યું કે આ હુમલો એ રાત્રે કરવામાં આવ્યો હતો જેમાં ઈમારતોને નુકસાન થયું હતું. મેયર સેરગેઈ સોબયાનિને જણાવ્યું હતું કે, બંને ઓફિસ ટાવરને થોડું નુકસાન થયું છે, પરંતુ કોઈને ઈજા થઈ નથી.

એરપોર્ટ બંધ

આ હુમલા બાદ રશિયાએ મોસ્કોનું વનુકોવો એરપોર્ટ બંધ કરી દીધું છે અને અહીંથી આવતી ફ્લાઈટ્સને રીડાયરેક્ટ કરી છે. યુક્રેનિયન સરહદથી લગભગ 500 કિમી દૂર સ્થિત મોસ્કો અને તેની આસપાસના પ્રદેશને યુક્રેનમાં સંઘર્ષ દરમિયાન ભાગ્યે જ ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે.

થોડા દિવસ પહેલા પણ થયો હુમલો

હજુ થોડા દિવસો પહેલા યુક્રેન દ્વારા રશિયાના કબજા હેઠળના માકિવ્કા શહેર પર હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રે કરવામાં આવેલા હુમલામાં યુક્રેનની સેનાએ અમેરિકા પાસેથી મેળવેલા હિમરાસ રોકેટ (HIMRAS)નો ઉપયોગ કર્યો હતો. યુક્રેનની સેનાએ બે રોકેટને તેલ અને ઓર્ડનન્સ ડેપો પર ફાયર કર્યા હતા. રોકેટે લક્ષ્યને સચોટ રીતે અથડાવ્યું. જ્યારે રોકેટ અથડાયું ત્યારે પ્રથમ વિસ્ફોટ નાનો હતો. પણ ધીરે ધીરે તે મોટો થવા લાગ્યો. આર્મ્સ સ્ટોકમાં આગના કારણે ત્યાંથી નાના રોકેટ છોડવામાં આવી રહ્યા હતા. વિસ્ફોટ થયા હતા. થોડી વાર પછી બીજો મોટો વિસ્ફોટ થયો. બહું મોટું આ બ્લાસ્ટ ઓઈલ ડેપોમાં થયેલા વિસ્ફોટને કારણે થયો હતો.

આ પણ વાંચો : WORLD : પહેલા જેક મા, પછી વિદેશ મંત્રી… ચીનમાં VIP ના અચાનક ગાયબ થવા પાછળનું રહસ્ય શું છે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.