Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ujjwal Nikam : મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પરથી ઉજ્જવલ નિકમને મળી ભાજપની ટિકિટ…

05:48 PM Apr 27, 2024 | Dhruv Parmar

ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે ​​લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 15 મી યાદી જાહેર કરી છે. ભાજપે (BJP) પૂનમ મહાજનની ટિકિટ રદ્દ કરી છે. જ્યારે આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમ (Ujjwal Nikam)ને ઉત્તર મધ્ય મુંબઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઉજ્જવલ નિકમ (Ujjwal Nikam) દેશના સૌથી પ્રખ્યાત સરકારી વકીલોમાંના એક છે. તેમણે આતંકવાદી અજમલ કસાબને ફાંસી, 1993 બોમ્બ વિસ્ફોટ, ગુલશન કુમાર હત્યા કેસ અને પ્રમોદ મહાજન હત્યા કેસ જેવા હાઈપ્રોફાઈલ કેસોમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું છે.

કોણ છે ઉજ્જવલ નિકમ?

ઉજ્જવલ નિકમ (Ujjwal Nikam) એક વરિષ્ઠ વકીલ છે, જેઓ 26/11 ના મુંબઈ હુમલાના આતંકવાદી અજમલ કસાબ વિરુદ્ધ કેસ લડ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. આ પહેલા તે ખેરલાંજી હત્યાકાંડ સહિત અનેક સંવેદનશીલ મામલા સંભાળી ચૂક્યો છે. કસાબના કેસમાં વિશેષ સરકારી વકીલ બનીને તેણે કસાબને ફાંસી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કસાબને 2012 માં ફાંસી આપવામાં આવી હતી. નિકમ 1993 ના બોમ્બ બ્લાસ્ટ, હિટ એન્ડ રન કેસ અને પુણે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પણ ફરિયાદી રહી ચૂક્યા છે.

કોણ હે પૂનમ મહાજન?

પૂનમ મહાજનની વાત કરીએ તો તે 2006માં તેના પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ ભાજપમાં જોડાઈ હતી. 2009 માં, ઘાટકોપર વેસ્ટમાંથી પહેલીવાર સાંસદની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. 2014 માં તેમણે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી કોંગ્રેસના પ્રિયા દત્તને હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂનમ એક પ્રશિક્ષિત પાયલટ છે. તેણે અમેરિકાના ટેક્સાસથી તેની ટ્રેનિંગ લીધી છે. તેની પાસે 300 કલાકનો ઉડાનનો અનુભવ છે. 2012 માં બ્રાઇટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથી B.Tech ડિગ્રી પૂર્ણ કરી. 

આ પણ વાંચો : Seema Haider : ગુલામ હૈદર ભારત આવશે, સીમાને પાકિસ્તાન લઇ જશે!, મુશ્કેલીમાં સચિન…

આ પણ વાંચો : Durgapur : હેલિકોપ્ટર પર ચડતા સમયે Mamata Banerjee નો પગ લપસ્યો, Video Viral

આ પણ વાંચો : UP : ગેરકાયદેસર યુપીથી બિહાર લઇ જવામાં આવતા 95 બાળકોને અયોધ્યામાંથી બચાવાયા…