+

ગુજરાત ATS અને DRIએ 200 કરોડનું હેરોઈન ઝડપ્યું

ગુજરાત ATS દ્વારા હાલમાં DRI સાથે કરેલ જોઇન્ટ ઓપરેશનમાં પકડી પાડવામાં આવેલ નાર્કોટીકસના મોટા જથ્થા સંદર્ભે ડી.જી.પી.શ્રી આશીષ ભાટિયાના અધ્યક્ષ સ્થાને આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં તેમણે ઓપરેશન ગીયર બોક્સની માહિતી આપી હતી.ગુજરાત એટીએ અને ડિઆરઆઈની ટીમે દુબઈથી આવેલો અને ફેબ્રુઆરી માસથી કોલકત્તા પોર્ટમાં પડેલો હેરોઈનનો જથ્થો ઝડપ્યો છે. પોલીસના ઓપરેશન ગીયર બોક્સમાં રà
ગુજરાત ATS દ્વારા હાલમાં DRI સાથે કરેલ જોઇન્ટ ઓપરેશનમાં પકડી પાડવામાં આવેલ નાર્કોટીકસના મોટા જથ્થા સંદર્ભે ડી.જી.પી.શ્રી આશીષ ભાટિયાના અધ્યક્ષ સ્થાને આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં તેમણે ઓપરેશન ગીયર બોક્સની માહિતી આપી હતી.
ગુજરાત એટીએ અને ડિઆરઆઈની ટીમે દુબઈથી આવેલો અને ફેબ્રુઆરી માસથી કોલકત્તા પોર્ટમાં પડેલો હેરોઈનનો જથ્થો ઝડપ્યો છે. પોલીસના ઓપરેશન ગીયર બોક્સમાં રૂ. 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઈન મળી આવ્યું છે. કોલકત્તા પોર્ટ પરથી 12 ગીયર બોકસમાં છુપાવેલા 72 પેકેટ ઝડપી લેવામાં આવ્યા છે.
માર્ક કરેલા 12 ગીયરબોક્સમાંથી 72 પેકેટ મળ્યા
DGP આશિષ ભાટિયાએ વિગતો આપતા જણાવ્યું કે, કોલકત્તા પોર્ટ  પર એક  કન્ટેનરમાં  ડ્રગ્સ  હોવાની અમને બાતમી  મળી  હતી. જ્યાં ટીમે તપાસ કરતા ગીયર બોક્સમાં છૂપાવીને લાવવામાં આવેલો હેરોઈનનો જથ્થો મળ્યો હતો. 36 ગીયરબોક્સમાંથી 12 ગીયર બોક્સ વાઈટ ઈન્કથી માર્ક કરેલા હતા જેના નટબોલ્ટ ખોલીને તપાસતા તેમાંથી 72 પેકેટ હેરોઈનના મળી આવ્યા હતા.
Whatsapp share
facebook twitter