Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Uddhav Thackeray Offer: નીતિન ગડકરીને ઉદ્ધવ ઠાકરે દ્વારા મળી લોકસભા ચૂંટણી માટે ખુલ્લી ઓફર

04:45 PM Mar 08, 2024 | Aviraj Bagda

Uddhav Thackeray Offer: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની તૈયારીઓ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમ જેમ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) નો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ નેતાઓની હેરા ફેરીનું રાજકારણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે.

  • ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા
  • ભાજપની પ્રથમ યાદીમાં નિતિન ગડકરીનું નામ નહીં
  • ઉદ્ધવ ઠાકરેની ખુલ્લી ઓફર નિતિન ગડકરી માટે

ત્યારે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) ને તેમની પાર્ટીમાં જોડાવા માટે ખુલ્લી ઓફર આપી છે. તેમણે કહ્યું છે કે જો તેઓ BJP માંથી રાજીનામું આપીને મહાવિકાસ અઘાડી તરફથી ચૂંટણી લડશે તો તેઓ ચોક્કસ જીતશે. મહારાષ્ટ્રના ધારશિવ જિલ્લાના ઉમરગામાં ઉદ્ધવ ઠાકરેએ આ વાત કહી હતી.

BJP ની પ્રથમ યાદીમાં નિતિન ગડકરીનું નામ નહીં

તેમણે કહ્યું વધુમાં કહ્યું કે, BJP ના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર આવ્યાને 4 દિવસ થઈ ગયા છે. તે યાદીમાંથી 195 ઉમેદવારોના નામ સામે હતા. આ યાદીમાં PM Modi, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિત Congress છોડીને BJP સામેલ થયેલા કૃપાશંકર સિંહના નામ સામે આવ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેની ખુલ્લી ઓફર નિતિન ગડકરી માટે

ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackarey) એ આગળ કર્યું કે, કૃપાશંકર સિંહ જેવા વિશ્વાસઘાતિ લોકોના નામ PM Modi સાથે ભાજપની પ્રથમ યાદીમાં સામેલ છે. પરંતુ આ યાદીમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) નું નામ નોંધાયું ન હતું. તેથી નીતિન ગડકરી (Nitin Gadkari) એ BJP છોડીને અમારી સાથે જોડાવું જોઈએ. તેમણે મહાવિકાસ અઘાડીની બેઠક પરથી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) લડવી જોઈએ. આ બેઠક પરથી તેમની જીત નિશ્ચિત છે. હું નિતિન ગડકરીને ખુલ્લી ઓફર આપુ છે કે, તેઓ અમારી સાથે જોડાય.

આ પણ વાંચો: Pm Shahbaz: જોણો વડાપ્રધાન મોદીના શુભેચ્છા સંદેશને લઈને શું બોલ્યો શહબાઝ?