+

ઉદ્ધવ પહેલા શિંદે જુથે SCમાં પહોંચી ખેલ્યો આ દાવ, તો રાઉતે કર્યો મોટો દાવો, જાણો મહારાષ્ટ્રની રાજનીતિની અપડેટ

મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) લાંબા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. શિવસેનાના (Shivsena) નામ અને ચિન્હ પરના અધિકારને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે (Eknath Shinde) વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ દરમિયાન ચૂંટણી પંચે (Election Commission) મોટો નિર્ણય લેતા શુક્રવારે 17 ફેબ્રુઆરી શિંદે જૂથને શિવસેનાનું નામ અને ચિન્હ આપ્યું છે. ચૂંટણી પંચના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં (Supreme C
મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) લાંબા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. શિવસેનાના (Shivsena) નામ અને ચિન્હ પરના અધિકારને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે (Eknath Shinde) વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ દરમિયાન ચૂંટણી પંચે (Election Commission) મોટો નિર્ણય લેતા શુક્રવારે 17 ફેબ્રુઆરી શિંદે જૂથને શિવસેનાનું નામ અને ચિન્હ આપ્યું છે. ચૂંટણી પંચના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) જવાના સંકેત આપ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ઠાકરે જુથ સોમવારે આ નિર્ણયને સુપ્રીમમાં પડકારી શકે છે.
એવામાં ઠાકરે જુથ પહેલા શિંદે સુપ્રીમમાં પહોંચી ગયા છે. ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી શિવસેનાનું નામ અને ચિન્હ છિનવ્યા બાદ પણ એકનાથ શિંદે શાંત નહી રહેતા શિવસેનાને લઈને ચૂંટણી પંચના નિર્ણય જાળવી રાખવા સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ અરજી દાખલ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીપંચના નિર્ણયને પડકાર આપવા માટે ઉદ્ધવ જુથ સુપ્રીમ કોર્ટમાં આવી શકે છે. એવામાં આ મામલે કોઈ પણ નિર્ણય સંભળાવતા પહેલા સર્વોચ્ચ અદાલત મહારાષ્ટ્ર સરકારની દલીલો પણ સાંભળે.
તો આ બાજુ ઉદ્ધવ જુથના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો છે કે શિવસેનાના નામ અને તેના નિશાનને ખરીદવા માટે 2 હજાર કરોડની ડીલ થઈ છે. જોકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા જુથમાંથી સદા સર્વંકરે આ દાવાને ફગાવ્યો હતો. તેણે કહ્યું કે શું સંજય રાઉત કેશિયર છે. રાઉતે ટ્વીટમાં દાવો કર્યો હતો કે રૂ. 2,000 કરોડ એ પ્રાથમિક આંકડો છે અને તે 100 ટકા સાચો છે. સત્તાધારી પક્ષના નજીકના એક બિલ્ડરે તેમની સાથે આ માહિતી આપી હતી. તેમના દાવાને સમર્થન આપતા પુરાવા છે, જે તેઓ ટૂંક સમયમાં જાહેર કરશે.
શિવસેના ભવન કોનું?
દાદર સ્થિત શિવસેનાનું કાર્યાલય કોનું હશે તે મોટો પ્રશ્ન છે.  અંદાજે રૂ. 300 કરોડની કિંમતનું આ ભવન છે. વિધાન ભવન કાર્યાલય અને પ્રદેશ કાર્યાલય શિવાલય અંગે પણ આવા જ પ્રશ્નો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ શિવસેનાની ઇમારત શિવાઈ ટ્રસ્ટની છે, જેના પ્રમુખ લીલાધર ડાકે છે. તેથી, ઉદ્ધવ શિવસેના બિલ્ડિંગને જાળવી રાખે તેવી શક્યતા છે, પરંતુ વિધાન ભવન અને શિવાલય સહિત BMC ઑફિસ પર શિંદે જૂથ દાવો કરી શકે છે.
શિવસેનાના નામ અને ચિહ્ન પર કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી પંચના નિર્ણય અંગે ઉદ્ધવને સલાહ આપી કે…. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
ઠાકરે-શિંદે જુથના વિવાદનું A ટૂ Z
  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે લગભગ 40 વર્ષથી શિવસેના સાથે જોડાયેલા છે
  • ગત જુન માસમાં શિંદેએ શિવસેનાના કેટલાંક ધારાસભ્યો અને સાંસદોને તોડી ભાજપ સાથે ગઠબંધન કરી મુખ્યમંત્રી બન્યા
  • શિવસેના બે જુથોમાં (ઉદ્ધવ અને શિંદે જુથ) વહેંચાતા બંને વચ્ચે શિવસેનાના નામ અને ચૂંટણીના ચિન્હને લઈને વિવાદ શરૂ થયો
  • અસલી શિવસેના કોણ? બંને જુથો પોતાને અસલી શિવસેના ગણાવી આ વિવાદ ઉકેલવા ચૂંટણીપંચ પાસે પહોંચ્યા
  • જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે બંને જુથોને કામ ચલાઉ ચૂંટણી ચિહ્નો અપાયા
  • શિંદે જુથને બાલાસાહેબંચી શિવસેન અને બે તલવાર અને ઢાલનું ચૂંટણી ચિહ્ન અપાયું
  • ઠાકરે જુથને જ્વલંત મશાલનું ચિહ્ન અને નામ ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે નામ આપ્યું
  • આઠ મહિના સુધી ચાલેલા વિવાદ પર 17 ફેબ્રુઆરીએ ચૂંટણી પંતે શિવસેનાનું નામ અને નિશાન શિંદે જુથને આપ્યું
  • ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ  કોર્ટમાં પડકારવાનો ઉદ્ધવ જુથનો નિર્ણય
  • શિંદે જુથે SCમાં એફિડેવિટ દાખલ કરી આ મામલે નિર્ણય લેતા પહેલા તેમનો પક્ષ  રાખવાનો મોકો આપવામાં આવે તેમ જણાવ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter