Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હત્યા કેસ મામલે થયો મોટો ઘટસ્ફોટ, પાકિસ્તાનમાં 45 દિવસ લીધી હતી ટ્રેનિંગ

11:29 AM Apr 29, 2023 | Vipul Pandya

રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલ હત્યા કેસમાં બંને આરોપીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ બે ધર્મો વચ્ચેની લડાઈનો મામલો નથી, પરંતુ આતંકવાદી હુમલો છે. બે આરોપીઓમાંથી એક ગૌસ મોહમ્મદ વર્ષ 2014-15માં 45 દિવસની ટ્રેનિંગ લઈને કરાચી આવ્યો હતો. એટલું જ નહીં વર્ષ 2018-19માં ગૌસ મોહમ્મદ આરબ દેશોમાં ગયો હતો. ગયા વર્ષે તેનું લોકેશન નેપાળમાં પણ સામે આવ્યું હતું, આવી સ્થિતિમાં આરોપી ગૌસ મોહમ્મદનું કનેક્શન સીધું પાકિસ્તાન સાથે છે, તેથી રાજસ્થાન સરકારે હવે સમગ્ર મામલો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધો છે.
આ ભયાનક ઘટનાને અંજામ આપનાર બંને આરોપીઓ ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બાર સતત પાકિસ્તાનમાં બેઠેલા લોકોના સંપર્કમાં હતા અને બંને પાકિસ્તાનના 8 થી 10 નંબર પર સતત વાત કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હવે જો આ ઘટનાની તપાસ માટે NIAને સહકારની જરૂર પડશે તો SOG NIAને મદદ કરશે.
મંત્રી રાજેન્દ્ર યાદવે કહ્યું, ‘ઉદયપુરની આ ઘટના ભારતની શાંતિને બગાડવા અને હિન્દુ-મુસ્લિમો વચ્ચે રમખાણો કરાવવા માટે વિદેશમાં બેઠેલા આતંકવાદી દળોનું સુનિયોજિત કાવતરું હતું. જે પોલીસકર્મીઓએ જીવને હથેળી પર રાખીને બંને આરોપીઓને પકડ્યા છે, તે પાંચ પોલીસ કર્મચારીઓને વીરતા પુરસ્કાર આપવામાં આવશે. આ સાથે પાંચેયને પ્રમોશન પણ મળશે. આ સાથે મંત્રી રાજેન્દ્ર યાદવે કહ્યું કે આ ઘટના અચાનક બની છે, તેથી આ બાબતને ગુપ્તચર તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા ગણી શકાય નહીં. આ જઘન્ય અપરાધની સજા મૃત્યુથી ઓછી નહીં હોય.
તે જ સમયે, રાજસ્થાનના ડીજીપી એમએલ લાથેરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની હત્યાને આતંકવાદી ઘટના માનીને UAPA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓના અન્ય દેશોમાં સંપર્કો હોવાની માહિતી પણ સામે આવી છે. રાજ્યના પોલીસ વડા લાથેરે એ પણ જણાવ્યું કે કન્હૈયાલાલની હત્યાનો આરોપી ગૌસ મોહમ્મદ વર્ષ 2014માં પાકિસ્તાનના કરાચી શહેરમાં ગયો હતો. તેઓ દાવત-એ-ઈસ્લામી નામના સંગઠન સાથે સંકળાયેલા હતા. તેણે એ પણ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના કાનપુર સહિત દિલ્હી અને મુંબઈમાં દાવત-એ-ઈસ્લામીની ઓફિસ છે.
તમને જણાવી દઈએ કે ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે બપોરે મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ નામના બે યુવકોએ ટેલર કન્હૈયાલાલ પર હુમલો કરીને તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી નાખી હતી. આરોપી કપડા સિલાઇ કરાવવાના બહાને દુકાને આવ્યો હતો. આ પછી બંને આરોપીઓએ વીડિયો શેર કરીને કહ્યું કે ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે તેઓએ કન્હૈયાલાલની હત્યા કરી.