Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શું છે ટોક ઓફ ધ નેશન બનેલો Uniform Civil Code, હાલ કયા કયા દેશોમાં છે લાગુ ?

04:02 PM Jun 28, 2023 | Vishal Dave

યુનિફોર્મ સિવિલ કોડનો મતલબ છે ભારતમાં રહેનાર દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો, પછી ભલે તે કોઇપણ ધર્મ કે જાતિનો કેમ ન હોય, એટલે કે દરેક ધર્મ, જાતિ, લિંગ માટે એક જેવો કાયદો . જો સિવિલ કોડ લાગુ પડે છે તો લગ્ન, તલાક, બાળક દત્તક લેવા, સંપતિના ભાગલા જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે એક જેવા નિયમ હશે

ભારતીય સંવિધાન મુજબ ભારત એક ધર્મ નિરપક્ષે દેશ છે , જેમાં તમામ ધર્મો તેમજ સંપ્રદાયો જેવા કે હિંદૂ, મુસ્લીમ, શીખ, બૌદ્ધ, વગેરેને માનનારા લોકોને પોત-પોતાના ધર્મ સંબંધિત કાયદા બનાવવાનો અધિકાર છે. અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના અધિવક્તા શત્રુઘ્ન સોનવાલ અનુસાર ભારતમાં બે પ્રકારના પર્સનલ લો છે..પહેલો હિન્દુ મેરેજ એક્ટ 1956, જે હિન્દૂ , શિખ, જૈન તેમજ અન્ય સંપ્રદાયો પર લાગુ પડે છે. બીજો છે મુસ્લીમ ધર્મને માનનારા લોકો માટે લાગુ થનાર મુસ્લિમ પર્સનલ લો.. એવામાં જ્યારે મુસ્લીમોને છોડીને બાકી તમામ ધર્મો અને સંપ્રદાયો માટે ભારતીય સંવિધાનના પ્રાવધાન અંતર્ગત બનાવવામાં આવેલો હિન્દુ મેરેજ એક્ટ 1956 લાગુ છે, તો મુસ્લીમ ધર્મ માટે પણ સમાન કાયદો લાગુ કરવાની વાત કરવામાં આવી રહી છે.

હાલ સમાન નાગરિક સંહિતાનું પાલન અનેક દેશોમાં થાય છે..જેમાં પાકિસ્તાન, બાંગલાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુડાન, મિસ્ર, અમેરિકા, આયર્લેન્ડ વગેરે શામેલ છે. આ તમામ દેશોમાં તમામ ધર્મો માટે એક જ કાયદા છે. અને કોઇપણ ધર્મ કે સમુદાય વિશેષ માટે અલગ કાયદા નથી