+

UAE : BAPS દ્વારા ભવ્ય મંદિરનાં ઉદ્ધાટન સાથે પશ્ચિમ એશિયામાં નવા યુગનો પ્રારંભ થશે

UAE : યુએઈનાં અબુધાબીમાં સર્વ પ્રથમ હિન્દુ મંદિર રચાઈ ગયું છે. BAPS દ્વારા નિર્મિત આ મંદિર બેહદ વિરાટ અને ભવ્ય છે. 14 મી ફેબુ્રઆરીએ તેમાં પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. આ દિવસ…

UAE : યુએઈનાં અબુધાબીમાં સર્વ પ્રથમ હિન્દુ મંદિર રચાઈ ગયું છે. BAPS દ્વારા નિર્મિત આ મંદિર બેહદ વિરાટ અને ભવ્ય છે. 14 મી ફેબુ્રઆરીએ તેમાં પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. આ દિવસ વસંત પંચમીનો છે. માતા સરસ્વતીના પ્રાદુર્ભાવનો પ્રથમ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI ) 13  અને 14 મી તારીખે યુએઈની મુલાકાતે છે. તેઓ બુધવાર, 14 ફેબુ્રઆરીના દિવસે આ હિન્દુ મંદિરનું (Hindu temple)ઉદ્ધાટન કરશે. તે પછી ત્યાં ઉપસ્થિત ભારતીયોને સંબોધન કરશે.

 

ભારતીય વંશના લોકોના ઉત્સાહ જોવા  મળ્યો 

આ કાર્યક્રમનું નામ જ ‘અહવાન-મોદી’ છે. તેનો અર્થ છે ‘મોદીનું સ્વાગત’. જો કે આ કાર્યક્રમ પૂર્વે આજે યુએઈમાં ભાગ્યે જ થતી તેવી જોરદાર વર્ષા થઇ રહી છે. આમ છતાં ત્યાં વસતા ભારતીય વંશના લોકોના ઉત્સાહમાં કોઈ ઉણપ આવી નથી. તેઓનો ઉત્સાહ જોરદાર રહ્યો છે. મંગળવારે થયેલી ભારે વર્ષાને લીધે ટ્રાફિક જામ અને જલ-ભરાવ થઈ રહ્યો છે.

ભારતીય સંસ્કૃતિ’ના બહુરંગી કાર્યક્રમમાં  યોજાશે

મિડીયા રિપોર્ટસ પ્રમાણે અબુ ધાબીના જાયદ સ્પોર્ટસ સિટી સ્ટેડીયમમાં આ કાર્યક્રમની તૈયારી થઈ રહી છે. કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારીનું કહેવું છે કે પહેલા તો 80,000 લોકો ઉપસ્થિત રહેવાના હતા પરંતુ વરસાદને લીધે ૩૫ હજાર જેટલો સમુદાય ઉપસ્થિત રહેશે તેમ માનવામાં આવે છે. આ કાર્યક્રમ માટે વિધિવત રજિસ્ટ્રેશન રાખ્યું હતું. 60  હજાર લોકોએ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. પરંતુ હવે ‘ભારતીય સંસ્કૃતિ’ના બહુરંગી કાર્યક્રમમાં ભાગ લેનારા સહિત ૩૫ થી ૪૦ હજાર લોકો હાજર રહેશે.

રિપોર્ટસ જણાવે છે કે 500 થી વધુ બસો કાર્યક્રમ દરમિયાન કાર્યરત રહેશે. જયારે 1000 જેટલા સ્વયંસેવકો સ્થળ ઉપર હાજર રહેશે.ભારે વર્ષા, ગડગડાટ સાથે કરાં પણ પડવાની ઘટના આ સૂકા પ્રદેશમાં ભાગ્યે બને છે. છતાં બની હતી. સાથે વીજળી પણ પડી હતી. તેથી સરકારે સલામતી એલર્ટ જાહેર કર્યો છે તથા ગતિ મર્યાદા પણ વાહનો માટે જાહેર કરી છે.યુએઈમાં આશરે ૩૫ લાખ ભારતીયો રહે છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 700 થી વધુ કલાકારોનું સાંસ્કૃતિક પ્રદર્શન છે, જે ભારતીય કલાઓને વિશાળ અને વૈવિધ્યસભર જીવંત નિરૂપણ કરશે. આ કાર્યક્રમ અંગે માત્ર યુએઈમાં જ નહીં, દુનિયાભરમાં વસતા ભારતીયો ભારે ઉત્સાહિત થઈ રહ્યા છે.નિરીક્ષકો કહે છે, આ વિશાળ અને ભવ્ય મંદિરનાં ઉદ્ધાટન સાથે પશ્ચિમ એશિયામાં નવો યુગ શરૂ થશે.

 

મંદિરનો પાયો ક્યારે નાખવામાં આવ્યો હતો?

સૂત્રોએ જણાવ્યું કે યુએઈના પ્રથમ હિન્દુ મંદિરનો શિલાન્યાસ એપ્રિલ 2019 માં કરવામાં આવ્યો હતો. તે સમયે BAPS હિન્દુ મંદિરના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા અને નિહાળવા માટે લગભગ 5,000 ભક્તો એકઠા થયા હતા. આ વિધિ મંદિરના નિર્માણની શરૂઆત તરીકે ચિહ્નિત કરે છે, ત્યારબાદ શિલાન્યાસ કર્યા પછી, ભારતની ત્રણ મુખ્ય પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીમાંથી લાવવામાં આવેલા પાણીને પથ્થરો પર અર્પણ કરવામાં આવ્યું હતું.

મંદિર ક્યાં બાંધવામાં આવ્યું છે?

તમને જણાવી દઈએ કે યુએઈની રાજધાની અબુ ધાબીમાં ‘અલ વક્બા’ નામની જગ્યા પર BAPS મંદિર બનાવવામાં આવ્યું છે. તે 20,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું છે, અને અબુ ધાબીથી લગભગ 30 મિનિટના અંતરે અલ વાકબાના હાઇવેની સાથે સ્થિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મંદિર ભલે 2023માં પૂર્ણ થશે, પરંતુ તેની કલ્પના લગભગ અઢી દાયકા પહેલા 1997માં BAPS સંસ્થાના તત્કાલીન વડા સ્વામી મહારાજે કરી હતી.

 

આ  પણ  વાંચો  –UAE : PM નરેન્દ્ર મોદી આજે અબુ ધાબીમાં મંદિરનું કરશે ઉદ્ઘાટન, આ કાર્યક્રમોમાં લેશે ભાગ…

 

Whatsapp share
facebook twitter