Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેનમાં રેલવે સ્ટેશન પર 2 રોકેટ હુમલા, 30થી વધુ લોકોના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

10:26 PM Apr 25, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે દિવસે લોહિયાળ બની રહ્યું છે.
રશિયા યુક્રેનમાં નરસંહાર કરી રહ્યું છે. યુક્રેનમાં અનેક લોકો મરી રહ્યા છે. જેના
પગલે હવે રશિયાને
UNHRCમાંથી
સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તેમ છતા રશિયા પાછી પાની નથી કરી રહ્યું. હાલમાં
જ સમાચાર મળ્યા છે કે રશિયાએ યુક્રેનમાં મોટો હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનમાં
હવે રેલવે સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. જેમાં અંદાજીત 30 લોકોના મોત થયા છે
જ્યારે 100 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પૂર્વી યુક્રેનના ક્રામટોર્સ્ક રેલ્વે સ્ટેશન પર શુક્રવારે બે
રોકેટ ત્રાટકતાં ઓછામાં ઓછા
30 લોકો માર્યા ગયા અને 100 થી વધુ ઘાયલ થયા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રુસો-યુક્રેન
યુદ્ધ દરમિયાન રહેવાસીઓને બહાર કાઢવા માટે સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.