Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા, અમરનાથ યાત્રા હતી નિશાના પર

08:20 PM Apr 22, 2023 | Vipul Pandya

અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. જ્યા હિન્દુઓ મોટી સંખ્યામાં દર વર્ષે પોતાના આરાધ્ય દેવતાને નમન કરવા માટે આવે છે. પરંતુ આ વખતે અમરનાથ યાત્રાને નીશાન બનાવવા માટે પાકિસ્તાન તરફથી બે આતંકીઓને મોકલવામાં આવ્યા હતા. જેને શ્રીનગરમાં સુરક્ષાદળોએ ઠાર કરી દીધા હતા. 
શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક પાકિસ્તાની નાગરિક સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે મંગળવારે આ જાણકારી આપી હતી. આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શ્રીનગર પોલીસે શ્રીનગર શહેરના બેમિના વિસ્તારમાં એન્કાઉન્ટરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કર્યા છે. અથડામણમાં એક પોલીસકર્મીને પણ સામાન્ય ઈજા થઈ છે. જે બે આતંકીઓ આ અથડામણમાં માર્યા ગયા છે તેઓ પાકિસ્તાની કમાન્ડર અબ્દુલ્લા ગોજરી અને સ્થાનિક લશ્કર કમાન્ડર મુસૈબ છે. આતંકીઓ સાથે થયેલી અથડામણમાં એક પોલીસકર્મી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા બંને આતંકવાદીઓ એલઈટીની ત્રણ સભ્યોની આત્મઘાતી ટુકડીનો ભાગ હતા જેમણે ગયા મહિને અમરનાથ યાત્રા પર હુમલો કરવા કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી. 
કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવેલા દસ્તાવેજો અને અન્ય ગુનાહિત સામગ્રી પરથી માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાનના ફૈસલાબાદના રહેવાસી અબ્દુલ્લા ગૌજરી તરીકે થઈ છે. અધિકારીએ કહ્યું, “આ એ જ લોકો હતા જે સોપોર એન્કાઉન્ટરમાં બચી ગયા હતા. અમે તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષકના જણાવ્યા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાંથી 71 સ્થાનિક અને 29 પાકિસ્તાની છે. ગયા વર્ષે લગભગ આટલા જ સમયમાં 50 આતંકવાદીઓ માર્યા ગયા હતા.