+

ભુજ હનીટ્રેપ કેસમાં મહિલા સહિત બે ની ધરપકડ

અહેવાલ–કૌશિક છાયા, કચ્છ ભુજના ચકચારી ચાર કરોડની ખંડણી અને આપઘાતના કેસમાં આજે મહિલા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. 2ની ધરપકડ પાલારા જેલમાં કેદ મનીષા ગોસ્વામી જ માસ્ટર માઈન્ડ…
અહેવાલ–કૌશિક છાયા, કચ્છ
ભુજના ચકચારી ચાર કરોડની ખંડણી અને આપઘાતના કેસમાં આજે મહિલા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
2ની ધરપકડ
પાલારા જેલમાં કેદ મનીષા ગોસ્વામી જ માસ્ટર માઈન્ડ હોવાનું જાહેર કર્યું છે. પરંતુ જેલમાં બેઠેલી મહિલા આખુ ષડયંત્ર પોતાના એકલા હાથે ઓપરેટ કરે તે વાત ગળે ઉતરે  તેમ નથી. જેલમાં તે  ફોન વાપરે, સુખ સવલતો ભોગવે પરંતુ તેની પાસે ભુજ કચ્છના માલેતુજાર અને રંગીન સ્વભાવ ધરાવતા લોકોની મિલકત સાથેની પ્રોફાઈલ કેવી રીતે આવી ? ધંધાકીય હરિફાઈ સાથે આ કેસમાં મનીષાની પાછળ પણ  કોઈ વ્યક્તિનો હાથ હોવાની શકયતા નકારી શકાય તેમ નથી. હાલ પોલીસે દિલીપ ભગુભાઈ ગાગલના આપઘાત કેસમાં બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવનારી અમદાવાદની દિવ્યા અશોકભાઈ ચૌહાણ, ભુજમાં પ્લાન પ્રમાણે સેવન સ્કાય હોટલથી તેને સારવાર માટે જી.કે.માં દાખલ કરનાર અઝીઝ સમા પકડાયા છે. મનીષાનો પાલારાથી કબજો લેવાયો હોવાનુ જાણવા મળે છે. જયારે જેલમાં સજા કાપતી અન્ય એક મહિલાની મનીષા સાથે સંડોવણી સામે આવી હોવાનું કહેવાઇ રહ્યું છે .
આખી સ્ક્રીપ્ટ અંજારના એડવોકેટ આકાશ મકવાણા અને તેની મિત્ર કોમલ જેઠવા (મકવાણા) તૈયાર કરી આપી
જયારે દિવ્યાનો મિત્ર અમદાવાદનો અજય પ્રજાપતિ, મનીષા સાથે ભેટો કરાવનાર વડોદરાનો આખલાક પઠાણ, મનીષાનો પતિ ગજુ ગોસ્વામી, ભુજમાં આવ્યા બાદ કઈ રીતે વર્તન કરવું, દિલીપને પ્રેમજાળમાં કેવી રીતે ફસાવવી તેમજ દુષ્કર્મના નાટકથી માંડી જી.કે. સુધી આખી સ્ક્રીપ્ટ અંજારના એડવોકેટ આકાશ મકવાણા અને તેની મિત્ર કોમલ જેઠવા (મકવાણા) તૈયાર કરી આપી હતી. ભુજમાં દિવ્યા આવી ત્યારે ગજુ ગોસ્વામી તેને લેવા ગયો ત્યારે રિદ્ધિ નામની છોકરી સાથે રહી હતી. આ કેસમાં તેની શું ભૂમિકા છે. તે હજુ સુધી સામે આવ્યું નથી. અનંત તન્નાના હનીટ્રેપ કેસમાં માંડવી પોલીસ મથકે એક મહિલા તેની વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ લખાવવા માટે ગઈ હતી, ત્યારે કોમલ જેઠવા એક કથીત પીડિતાની પક્ષમાં રહી હતી.
અનેક પ્રશ્નોના હજું જવાબ નથી
દરમિયાન જે દિવસે બનાવ બન્યો ત્યારે પોલીસ તપાસના અહેવાલ પ્રમાણે દિવ્યા અને દિલીપ હાઈલેન્ડ રિસોર્ટમાં જમવા ગયા, અને ત્યાં જમ્યા નહીં પણ ડીનર પાર્સલ લઈને આવ્યા હતા. દિવ્યા સેવન સ્કાય હોટલમાં રોકાઈ હતી. તે હોટલ તેમજ આ રોડ પર ઘણી રેસ્ટોરન્ટ છે તેમ છતાં બંને જણા હાઈલેન્ડ કેમ ગયા ? અને જાતે જમવા ગયા તો જમવાનું તો પાર્સલમાં આવ્યું હતું. યુવતી રિસોર્ટ અને હોટલમાં હતી, ત્યારે તેણે માત્ર પેટમાં દુઃખવાનું નાટક કર્યું પરંતુ જયારે દિલીપ જતો રહ્યો પછી પછી અચાનક યુવતી જી.કે. જઈને દિલીપને ફોન કરી હું તારી સામે બળાત્કારની ફરિયાદ લખાવું છું અને મને ૪ કરોડ આપ તેવી માંગણી કરવામાં આવી અને તેના બીજા દિવસે સવારે ૭ વાગ્યે દિલીપ ફાંસો ખાઈ લીધો હતો.
આપઘાતના બનાવમાં પણ શંકા 
દિલીપ જયારે આપઘાત કર્યો ત્યારે માત્ર જી.કે.માં એમએલસી દાખલ થઈ હતી. ફરિયાદ થઈ ન હતી. તેમજ પોલીસ તપાસ અને દિવ્યાનું નિવેદન એમ કહે છે કે, દિલીપે દિવ્યા સાથે કોઈ શરીર સબંધ બાંધ્યો નથી. જેથી બળાત્કાર કર્યો જ ન હોય તો બદનામીનો શેનો ડર જેથી આપઘાતના આ બનાવે પણ હજું શંકાના વાદળો ઘેરી રાખ્યા છે.
આ પણ વાંચો—
Whatsapp share
facebook twitter