Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આજે IPLમાં બે સગા ભાઇ કેપ્ટન તરીકે આમને-સામને ટકરાશે

01:32 PM May 07, 2023 | Vipul Pandya
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અનોખી મેચ થવા જઈ રહી છે, જે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં અત્યાર સુધી થઈ નથી. આજે (7 મે) એક અનોખો સંયોગ બની રહ્યો છે. IPL 2023 સીઝનમાં આજે ડબલ હેડર રમાશે. તેની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમો આમને-સામને થશે.
 બંને ટીમોના કેપ્ટન સગા ભાઈઓ
આ મેચમાં એક અનોખો સંયોગ એ હશે કે બંને ટીમોના કેપ્ટન સગા ભાઈઓ છે. ગુજરાતની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. જ્યારે કૃણાલ પંડ્યા લખનૌની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ રીતે, આઈપીએલના ઈતિહાસમાં આ પહેલી મેચ હશે, જેમાં બે સગા ભાઈઓ કેપ્ટન તરીકે એકબીજા સાથે ટકરાશે.
ઓલરાઉન્ડર હાર્દિકે તેની કેપ્ટન્સીમાં પહેલી જ સિઝનમાં ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું 
આઈપીએલમાં 2022ની સીઝનથી બે નવી ટીમોએ પ્રવેશ કર્યો હતો. આ ટીમો ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) છે. પહેલી જ સિઝનમાં હાર્દિક પંડ્યાને ગુજરાતની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારપછી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિકે તેની કેપ્ટન્સીમાં પહેલી જ સિઝનમાં ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું.
કૃણાલને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો
હાર્દિકને ગુજરાત ફ્રેન્ચાઈઝીએ 15 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. પરંતુ સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને લખનૌની ટીમે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે કૃણાલને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે ટીમની કમાન કેએલ રાહુલને સોંપવામાં આવી હતી.
રાહુલ ઈજાગ્રસ્ત થતાં કુણાલ કેપ્ટન
હવે ગુજરાત અને લખનૌની આ IPL 2023ની બીજી સિઝન છે. આ સિઝનની એક મેચમાં લખનૌ ટીમના કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. આવી સ્થિતિમાં લખનૌની ટીમની કપ્તાની કૃણાલના હાથમાં આવી ગઈ છે.
કૃણાલને તેની 108મી આઈપીએલ મેચમાં કેપ્ટનશીપ મળી હતી
 હાર્દિક અને કૃણાલની ​​જોડી IPL ઈતિહાસમાં સુકાની કરનાર ભાઈઓની પ્રથમ જોડી બની ગઈ છે. કૃણાલને તેની 108મી આઈપીએલ મેચમાં પ્રથમ વખત કેપ્ટનશીપ મળી. જ્યારે હાર્દિકને તેની 92મી મેચમાં જ કેપ્ટનશીપ મળી હતી. તમને જણાવી દઈએ કે 2022ની સીઝન પહેલા હાર્દિક અને કૃણાલ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા હતા. મુંબઈથી અલગ થયા પછી બંને ભાઈઓનું નસીબ બદલાઈ ગયું.