Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોંડલના રૂપાવટી ગામે સરપંચના પુત્રએ જમીન મામલે ધમકાવતા બે સગાભાઈઓનો આપઘાતનો પ્રયાસ

04:38 PM Sep 26, 2023 | Vishal Dave

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

રૂપાવટી ગામે જમીન મામલે સરપંચના પુત્રએ માથાકૂટ કરતા બે સગા ભાઈઓએ ફીનાઇલ પી જઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે બંને ભાઈઓ ના નિવેદન નોંધવા તજવીજ આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ તાલુકાના રૂૂપાવટી ગામે રહેતા ભરત દિનેશભાઈ સોલંકી(ઉ.વ.32) અને તેનો નાનો ભાઈ કિરીટ દિનેશભાઈ(ઉ.વ.29) એ રાત્રિના પોતાના ગામમાં ફિનાઈલ પી જઈ આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે.ભરત કડીયા કામ કરે છે તેમને બે દીકરા છે અને કિરીટ ફેબ્રિકેશનનું કામ કરે છે તેમને સંતાનમાં એક પુત્ર છે.

રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બંને ભાઈઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,અમારા ઘરની બાજુમાં 200 વારનો પ્લોટ આવેલો છે જેનો વંડો વારતા હતા ત્યારે સરપંચનો દીકરો હરેશ પરસોતમ આવીને કહેવા લાગ્યો કે આ પ્લોટ અમારો છે અને માથાકૂટ કરવા લાગતા અમોએ ઘરે જઈને આ પગલું ભરી લીધું હતું.હાલ ગોંડલ તાલુકા પોલીસ તપાસે તપાસ આદરી છે કે ખરેખર આ પ્લોટ કોનો છે?