Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Twitter ની ચકલી ઉડી, જાણો હવે કયો લાગ્યો Logo

05:59 PM Jul 24, 2023 | Hardik Shah

Twitter આજે દુનિયાના મોટા ભાગના લોકો ઉપયોગ કરે છે. નેતાથી લઇને સામાન્ય માણસ આ સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારથી ટ્વિટર કંપનીને Elon Musk એ કમાન સંભાળી છે ત્યારથી તેના Logo અને ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. એલોન મસ્કે ટ્વિટરના લોગોમાં ફેરફારનો સંકેત આપ્યો હતો. પરંતુ આજે એલોન મસ્કે કંપનીનું નામ પણ બદલી નાખ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ટ્વિટર હવે X તરીકે ઓળખાશે.

ટ્વિટરનું બ્લુ બર્ડ હવે ઉડી ગયું

જ્યારથી Elon Musk એ પ્રખ્યાત માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરની કમાન સંભાળી છે, ત્યારથી તે અને પ્લેટફોર્મ બંને ચર્ચામાં બની રહ્યા છે. ટ્વિટરના CEO બન્યા પછી, એલોન મસ્કએ પ્લેટફોર્મ પર ઘણા ફેરફારો કર્યા છે, જેમાંથી એક બ્લુ ટિક છે. પરંતુ હવે તો મસ્કે પ્લેટફોર્મ પરથી બ્લુ બર્ડને હટાવવાની જાહેરાત કરી દીધી છે. પ્લેટફોર્મ ટ્વિટરનું નામ, લોગો અને URL બધું જ બદલાઈ ગયું છે. કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ ટ્વિટરનો લોગો બદલીને “X” કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં યુઝર્સને પ્લેટફોર્મ પર બ્લુ બર્ડની જગ્યાએ X નો લોગો જોવા મળશે. હવે ટ્વિટરનું નામ બદલીને X કરવામાં આવ્યું છે અને બ્લુ બર્ડના લોગોની જગ્યાએ હવે X નો લોગો જોવા મળી રહ્યો છે.

ટ્વિટરનો લોગો અગાઉ પણ એકવાર બદલાયો હતો

એલોન મસ્કે આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં ટ્વિટરનો લોગો બદલ્યો હતો. આ દરમિયાન તેણે બ્લુ બર્ડ હટાવીને કૂતરા ફ્લોકીની તસવીર લગાવી હતી. આવી સ્થિતિમાં, બ્લુ બર્ડની જગ્યાએ, ડોગ ફ્લોકીની તસવીર યુઝર્સને બતાવવામાં આવી રહી હતી, જે 1 દિવસ પછી બદલાઈ ગઈ. આ પછી, ફરીથી લોગો તરીકે બ્લુ બર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો. અત્યારે એ જોવાનું રહેશે કે ટ્વિટર પર નવો લોગો આવ્યા પછી ફરી બ્લુ બર્ડનો ઉપયોગ કરવામાં આવશે.

ટ્વિટરના CEO એ હેડ ક્વાર્ટરનો ફોટો પોસ્ટ કર્યો

ટ્વિટરના CEO લિન્ડા યાકારિનોએ ટ્વિટરના હેડ ક્વાર્ટરનો ફોટો પોસ્ટ કર્યો છે. લિન્ડાએ ટ્વીટમાં કહ્યું, “Twitter એ અમારી વાતચીત કરવાની રીતમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે X તેને આગળ લઈ જશે. આ વૈશ્વિક ટાઉન સ્ક્વેરને બદલશે.”

લિન્ડાએ આગળ લખ્યું કે X ઓડિયો, વીડિયો, મેસેજિંગ, પેમેન્ટ અને બેન્કિંગ જેવી સુવિધાઓ સાથે વૈશ્વિક માર્કેટ પ્લેસ બનાવશે. આ એપની મદદથી તે દરેકને એવી રીતે જોડશે કે હજુ સુધી કોઈએ વિચારવાનું પણ શરૂ કર્યું નથી.

ટ્વિટરનું ડોમેન બદલાશે

ટ્વિટરના ઓફિશિયલ હેન્ડલનો પ્રોફાઈલ ફોટો હવે X દર્શાવે છે. તેની સાથે અહીં X નામ પણ દેખાવા લાગ્યું છે. જો કે જૂના ટ્વિટર અને નવા Xનું હેન્ડલ હજુ પણ @twitter છે. આ એટલા માટે છે કારણ કે તે ક્યારેય બદલી શકાતું નથી. ટ્વિટરનું ડોમેન પણ Twitter.com થી X.com માં બદલાઈ ગયું છે. જો તમે x.com ની મુલાકાત લો તો તે તમને twitter.com પર રીડાયરેક્ટ કરશે. ખુદ એલોન મસ્કે પણ આ અંગે ટ્વીટ કર્યું છે.

ટ્વિટર યુઝર્સમાં ગુસ્સો જોવા મળ્યો

ટ્વિટરમાં સતત થઈ રહેલા આ ફેરફારો લોકોને પસંદ નથી આવી રહ્યા. સોશિયલ મીડિયા પર લોકો આ બદલાવ માટે એલોન મસ્કની ટીકા કરી રહ્યા છે. લોકો કહે છે કે આ ખૂબ જ મૂંઝવણભર્યું છે અને તેના કારણે યુઝર્સ આ પ્લેટફોર્મથી દૂર જશે. વળી હાલમાં આ ફેરફારના કારણે Xvideos ટ્રેન્ડ થઇ રહ્યું છે.

Threads થી સ્પર્ધા

માર્ક ઝુકરબર્ગના સોશિયલ મીડિયા Meta એ તાજેતરમાં Threads by Instagram એપ લોન્ચ કરી છે, જેનો કોન્સેપ્ટ ટ્વિટર જેવો જ છે. તેને ટ્વિટરના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને મસ્ક પોતે થ્રેડ્સ લોન્ચથી ખુશ નથી. થ્રેડ્સ સૌથી ઝડપથી વિકસતી સોશિયલ મીડિયા એપ બની ગઈ છે, જે ટૂંકા ગાળામાં 10 મિલિયનથી વધુ Users ને એકત્ર કરે છે.

આ પણ વાંચો – Twitter-AI: ટ્વિટર પર એક શાનદાર ફીચર મળવા જઈ રહ્યું છે, નકલી ફોટાને ઓળખવામાં સરળતા રહેશે

આ પણ વાંચો – ‘Twitter Verified’એ થોડા કલાકોમાં ચકાસાયેલ એકાઉન્ટ્સને કર્યા અનફૉલો, સોશિયલ મીડિયામાં હોબાળો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ