Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેન સંકટ વચ્ચે એલન મસ્કને ઝટકો, સંપત્તિમાં 200 બિલિયન ડોલરનો ઘટાડો

04:21 PM Apr 26, 2023 | Vipul Pandya

 રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે
ત્યારે દુનિયાના સૌથી અમીર એલન મસ્ક પણ યુદ્ધની ઝપેટમાં આવ્યા છે. વોર વચ્ચે એલન મસ્કની
સંપત્તિમાં 200 બિલીયન ડોલરનો ઘટાડો થયો છે.

 

મસ્કની સંપતિ 200 બિલિયન ડોલર સુધી
સિમીત

 

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની
આશંકા છેલ્લા ઘણા સમયથી વરતાઇ રહી હતી પણ વિશ્વના દરેક ખુણે તેની અસર જોવા મળી રહી
છે. આ અરસમાં દુનાયાના સૌથી અમીર વ્યકતી એલન મસ્ક પણ બાકાત નથી. યુક્રેન સંકટના
કારણે દુનિયાભરના શેર બજારોમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે અને તેનું પરિણામ એ
આવ્યુ છે કે એલન મસ્કની સંપત્તિ 200 બિલિયન ડોલર સુધી સિમિત થઇ ગઇ છે.


શેરબજારના કડાકા બાદ સંપત્તિ ઘટી

એક સમયે મસ્કનું નેટવર્થ 300 બિલિયન
ડોલરની ઉપર જતું રહ્યું હતું. જો કે બુધવારે જે કડાકો થયો ત્યાર બાદ મસ્કને 13.3
બિલિયન ડોલરનું નુકશાન વેઠવું પડયું છે. અને તેનું નેટવર્થ ઓછું થઇને 198.6 બિલીયન
ડોલર થઇ ગયું છે. લાંબા સમય પછી એવું બન્યું છે કે કોઇ અરબોપતિનું નેટવર્થ 200
બિલીયન ડોલર થી વધુ નથી. જો કે અત્યારે પણ ટેસ્લાના સીઇઓ દુનિયાના સૌથી અમીર
વ્યકતી જ રહ્યા છે. જો કે બુધવારે શેરબજારમાં જે કડાકો બોલ્યો તેમાં ટેસ્લાનો શેર
સપ્ટેમ્બર પછી સૌથી નીચલા સ્તરે આવી ગયો હતો. એક અંદાજ મુજબ આ વર્ષની શરુઆતથી જ
શેર બજારમાં જે કડાકા બોલ્યા છે તેમાં મસ્કને 1લી જાન્યુઆરીથી અત્યાર સુધી 71.7
બિલિયન ડોલરનું નુકશાન થયું છે. જો કે એવું નથી કે માત્ર મસ્કને જ નુકશાન થયું છે
પણ વિશ્વના ટોપ 5 અમીરોની સંપત્તિને પણ નુકશાન થયું છે.

 

એલનમસ્ક કોણ છે.

1971માં જન્મેલા એલોન મસ્ક દક્ષિણ
આફ્રીકન મુળના કેનેડીયન અમેરિકન અબજોપતિ વેપારી છે. તેઓ સ્પેસએકસ કંપનીના સ્થાપક,
સીઇઓ અને સીટીઓ છે તથા ટેસ્લા મોટર્સના સહ સ્થાપક તથા સોલાન સિટી કંપનીના પણ મુખ્ય
સ્થાપક છે. તેમને વિશ્વના સૌથી ધનાઢય વ્યકતી માનવામાં આવે છે.