+

Truecaller New Feature :Truecaller એ AI નું નવું ફીચર કર્યું લોન્ચ,આ રીતે કરો એક્ટિવ

Truecaller New Feature :  લોકપ્રિય કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસ Truecaller એ AI સ્પામ બ્લોકિંગ નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે. સ્પામ કોલ્સથી છૂટકારો મેળવવા માટે Truecallerએ એક નવું અપડેટ લોન્ચ…

Truecaller New Feature :  લોકપ્રિય કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસ Truecaller એ AI સ્પામ બ્લોકિંગ નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે. સ્પામ કોલ્સથી છૂટકારો મેળવવા માટે Truecallerએ એક નવું અપડેટ લોન્ચ કર્યું છે, જેનું નામ Max Protection છે. આ AI સ્પામ કૉલ્સને ઑટોમૅટિક રીતે બ્લૉક કરવાનું કામ કરે છે. આ ફીચર હાલમાં માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ રિલીઝ કરવામાં આવ્યું છે. હાલમાં ફક્ત પેઇડ સબ્સ્ક્રાઇબર્સ જ તેનો ઉપયોગ કરી શકશે. પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત 75 રૂપિયા પ્રતિ મહિના છે.

 

Truecaller એ સ્પામ બ્લોકિંગ નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું

AI Spam-Blocking સર્વિસને એક્ટિવ કરવા માટે Truecaller ગ્રાહકો એપ્લિકેશનમાં સેટિંગ્સ- બ્લોક પર જઈ શકે છે. અગાઉ આ સેટિંગમાં યુઝર્સ બે ટેબ બેઝિક અને ઓફમાંથી પસંદ કરતા હતા. તેમાં બેઝિક મોડમાં એપ ઓટોમેટિક રીતે એ નંબર્સથી આવનારા કોલ્સને બ્લોક કરતા હતા જેને સ્પેમ હોવાની મોટી સંખ્યામાં રિપોર્ટ કરવામાં આવ્યું હોય. ઑફ મોડમાં સ્પામ કૉલર્સની ઓળખવામાં આવે છે પરંતુ તે કૉલ્સ બ્લોક થતા નથી.

 

આ નવું ફીચર્સ કાયદેસર વ્યવસાયોના કૉલ્સને પણ બ્લોક કરે  છે.

નવા ફીચર્સ ‘Max’ protection પસંદ કરવા પર એપ તમામ સ્પામ નંબરો પરથી કોલને બ્લોક કરશે. જો કે, આ સેટિંગ પસંદ કરવાથી ચેતવણી પણ આવશે કે તે કેટલાક કાયદેસર વ્યવસાયોના કૉલ્સને પણ બ્લોક કરી દે છે. આ ફીચર હાલમાં માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ રિલીઝ કરવામાં આવ્યું છે. Apple નીતિને કારણે Caller ID Apps સ્પામ કોલ સ્ટેટ્સને એક્સેસ કરતા રોકે છે.

 

Truecaller Max Protection ને કેવી રીતે એક્ટિવેટ કરવું

  • TrueCaller એપ ખોલો.
  • હવે ટોપ રાઇટ કોર્નર પર આપવામાં આવેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો
  • હવે સેટિંગ્સમાં જાઓ અને બ્લોક વિકલ્પ પસંદ કરો.
  • આ પછી મેક્સને ઓન કરી દો, જે ન્યૂ પ્રોટેક્શનને ઓન કરી દે છે
  • આ પછી Truecaller Premium plan સબ્સ્ક્રાઇબર્સ તેનો ઉપયોગ કરી શકશે.

 

પ્રીમિયમ પ્લાનની કિંમત 75 રૂપિયા

Truecaller Max Protection એક્ટિવેટ કરવા માટે તમારી પાસે Truecaller એપ વર્ઝન v13.58 કે તે પછીનું હોવું જરૂરી છે. તેમજ તમે Truecaller Premium planના સબ્સ્ક્રાઇબર હોવા જોઇએ.આ AI ફીચર ફોન પર અજાણ્યા નંબરો પરથી આવતા બિનજરૂરી કૉલ્સને ઑટોમૅટિક રીતે બ્લૉક કરશે અથવા સંભવિત સ્પામ કૉલ્સને રોકવામાં પણ મદદ કરશે. એક મહિના માટે Truecaller પ્રીમિયમ પ્લાનની કિંમત 75 રૂપિયા છે. આ સિવાય 529 રૂપિયાનો વાર્ષિક પ્લાન છે.

આ  પણ  વાંચો સામાન ખરીદો અને ખરાબ નીકળે તો આ રીતે તમે કરી શકો છો ફરિયાદ

આ  પણ  વાંચો – SIM card: તમારા નામે કોણ સિમ કાર્ડ વાપરે છે? જાણવું હોય તો આ રહીં તમામ માહિતી

આ  પણ  વાંચો WhatsApp માં આવી નવી અપડેટ, હવે તમે નહીં લઈ શકો DP નો સ્ક્રીનશોટ

 

Whatsapp share
facebook twitter