Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD: રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલા નાગરિકોને અપાઈ શ્રદ્ધાંજલી

09:27 PM May 26, 2024 | Hiren Dave

AHMEDABAD :અમદાવાદ (AHMEDABAD)શહેરમાં આવેલા પોશ એવા પાલડી વિસ્તારમાં રાજકોટમાં ગેમઝોનમાં મૃત્યુ પામેલા નાગરિકો માટે એક પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં તમામ મૃતકોને યુવાનો અને વિવિધ પરિવારો દ્વારા શ્રદ્ધાંજલી (Shradhanjali)આવામાં આવી હતી.

 

પાલડીના યુવા ચેતના ટ્રસ્ટ દ્વારા  પ્રાર્થનાસભા યોજાઇ

રાજકોટની ગોઝારી TRP અગ્નિકાંડ ની ઘટના ના મૃતકો ની આત્મા ની શાંતિ માટે પ્રાર્થના સભા અને શ્રીસત્યનારાયણ ભગવાન ની કથાનું આયોજન પાલડી શંકર આશ્રમ ખાતે કરવામાં આવ્યું. પાલડીના યુવા ચેતના ટ્રસ્ટ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું વિશેષ આયોજન કરાયું. રાજકોટ ના હતભાગી મૃતાત્માઓ માટે પ્રાર્થનાસભામાં નાના બાળકો તેમજ લોકો જોડાયા હતા. અને સૌએ સૂચક પોસ્ટરો સાથે પ્રાર્થના કરી સત્યનારાયણ ભગવાનની કથામાં સહભાગી થયા હતા.

રાજકોટના હુતાત્માને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. જેમાં મૃતકોની આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં યુવાનો-યુવતીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. તમામ લોકોએ એકઠા થઈને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના માનમાં બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી.

શક્તિસિંહ ગોહિલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

શક્તિસિંહ ગોહિલે આગળ કહ્યું કે, મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અત્યારે પ્રાર્થના સભા પણ છે. રેસકોસ રોડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. તેમણે કહ્યું કે, કોઈ વિશેષ હું નહિ બોલું…આ રાજકીય બાબત નથી. પરંતુ, જવાબદાર સામે કેવા પગલાં લેવા જોઈએ તેની ચર્ચા કાલે કરીશું. જણાવી દઈએ કે, આવતીકાલે સવારે 11 વાગ્યે શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરશે. અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, TRP ગેમઝોન (TRP Game Zone) ની દુ:ખદ ઘટના બનતા કોંગ્રેસ પક્ષની સમગ્ર ટીમ અહીં પહોંચી છે. પીડિત પરિવારો પર જે દુઃખની ઘડી આવી છે તેમાં અમે સાથે છીએ. તેમણે કહ્યું કે, આવતીકાલે બેઠક કરી જે પુરાવા લોકો મળ્યા છે, ફાયર સેફ્ટી, જવાબદાર સામે કેવા પગલાં લેવા જોઈએ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીશું.

આ પણ  વાંચો  – ઉપલેટાના ધોબી પરિવારના 5 લોકોનો ઘટનાસ્થળ કે હોસ્પિટલમાં કોઈ નામ-ઓ-નિશાન નહીં!

આ પણ  વાંચો  – Gandhinagar : ગાંધીનગરમાં ત્રણ ગેમ ઝોન બંધ,અન્ય જિલ્લાની જાણો સ્થિતિ

આ પણ  વાંચો  – TRP Game Zone : શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા ઘટના સ્થળે, કહ્યું- આ માનવસર્જિત..!