+

અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો ટ્રાયલ, PM MODI પાસે માંગ્યો સમય

અહેવાલ—ઉમંગ રાવલ, અમદાવાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સહેલાણીઓને વધુ એક નજરાણુ જોવા અને માણવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ દ્વારા ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવી રહ્યું…
અહેવાલ—ઉમંગ રાવલ, અમદાવાદ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સહેલાણીઓને વધુ એક નજરાણુ જોવા અને માણવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ દ્વારા ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવી રહ્યું છે. આ ક્રુઝને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યુ છે. ક્રુઝ તૈયાર થઇ ગયુ છે અને હવે સાબરમતી નદીમાં ટ્રાયલ શરુ કર્યુ છે, જેને  જુન મહિના શરુ કરવામાં આવશે તેવો અંદાજ છે.
ક્રૂઝનુ ટ્રાયલના આકાશી દ્રશ્યો કેમેરામા કેદ
સાબરમતી નદીમાં ક્રૂઝનુ ટાયલ શરુ કરવામાં આવ્યુ છે. ક્રૂઝનુ ટ્રાયલના આકાશી દ્રશ્યો કેમેરામા કેદ કર્યા છે. અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ નજારો લોકો ક્રુઝમાં બેસીને માણી શકશે.
દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે જે નદીમાં કાર્યરત હશે
ફલોટિંગ રેસ્ટોરન્ટમાં એક સાથે 125  થી 150 લોકો એક સાથે આ ક્રુઝ ઉપર બેસી શકશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો છે. દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે જે નદીમાં કાર્યરત હશે. લાઇફ સેવિંગ કિટ , સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે.
લોકો આ ક્રુઝ ઉપર રેસ્ટોરેન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર દેશ માટે એક લેન્ડ માર્ક છે. ત્યારે સાબરમતી નદી પર રિવર અક્ષર ફ્લોટિંગ કૃઝ તૈયાર કરાઇ રહી છે. આગામી દિવસમાં કૃઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે. લોકો આ ક્રુઝ ઉપર રેસ્ટોરેન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે. સરદાર બ્રીજથી ગાંધીબ્રીજ સુધી ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે.
મનોરંજન માટે એક વધુ નજરાણું 
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરે ના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે.  આ પ્રોજેક્ટેના કારણે રિવરફ્રન્ટ પર આવવા અને મનોરંજન માટે એક વધુ નજરાણું ઉમેર્યું છે.
લોકો માટે આરામદાયક મુસાફરી
આ રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સફર કરતી વખતે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ હશે  અને લોકો માટે આરામદાયક મુસાફરી બની જશે. પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટે નું શ્રેષ્ઠ સ્થાન બની રહેશે.
સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ દ્વારા અનેક નવા પ્રકલ્પ મુકવામાં આવ્યા છે. તેમાં વધુ એક નવું નજરાણુ ઉમેરવામા આવ્યું છે .
Whatsapp share
facebook twitter