+

સોનાના ભાવોમાં જબરજસ્ત તેજી, જાણો આખુ સપ્તાહ શું રહ્યો સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો તમે પણ સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. આ આખા અઠવાડિયે સોનાની કિંમત 54,000ને પાર રહી છે.બીજી તરફ ચાંદી પણ 67,800 રૂપિયાને પાર પહોંચી છે.. ચાલો તમને જણાવીએ કે આ આખા અઠવાડિયામાં સોનાની કિંમતમાં કેટલો વધારો થયો છે.સોનું કેટલું મોંઘુ થયું?ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ à
સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો તમે પણ સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. આ આખા અઠવાડિયે સોનાની કિંમત 54,000ને પાર રહી છે.બીજી તરફ ચાંદી પણ 67,800 રૂપિયાને પાર પહોંચી છે.. ચાલો તમને જણાવીએ કે આ આખા અઠવાડિયામાં સોનાની કિંમતમાં કેટલો વધારો થયો છે.
સોનું કેટલું મોંઘુ થયું?
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ મુજબ 19 ડિસેમ્બરે સોનાની કિંમત 54248 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતી. તે જ સમયે, 23 ડિસેમ્બરે સોનાની કિંમત 54,366 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થઈ ગઈ છે. તે મુજબ સોનાના ભાવમાં 118 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે.
ચાંદી કેટલી મોંઘી થઈ?
આ સિવાય જો ચાંદીના ભાવની વાત કરીએ તો 19 ડિસેમ્બરે ચાંદીની કિંમત 66,898 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે હતી અને 23 ડિસેમ્બર 2022ના રોજ ચાંદીની કિંમત 67,822 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. તે મુજબ ચાંદીના ભાવમાં 924 રૂપિયા પ્રતિ કિલોનો ઉછાળો જોવા મળ્યો છે.
સોનાની કિંમત 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હશે
નિષ્ણાતોનું માનવું છે કે ચીનમાં ઝડપથી વધી રહેલા કોરોના અને ડોલર ઈન્ડેક્સમાં નરમાઈને કારણે સોનાની કિંમતો સતત વધી રહી છે અને વર્ષ 2023માં સોનાની કિંમત નવા રેકોર્ડ સ્તરે પહોંચી જશે. ઘણા નિષ્ણાતો માને છે કે ડિસેમ્બર 2023 સુધીમાં સોનાની કિંમત 61,000 થી 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter