Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CM સિક્યોરિટીમાં રહેલા 5 DySPની બદલી

05:37 PM Apr 26, 2023 | Vipul Pandya
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિક્યોરિટી ટીમમાં રહેલા 5 ડીવાયએસપીની અચાનક બદલી કરી દેવાઇ છે. સીએમ સિક્યોરિટીમાં રહેલા 5 અધિકારીઓની અચાનક બદલી થતાં પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેમના સ્થાને નવા 5 અધિકારીની નિમણૂક કરાઇ છે.
આ અધિકારીઓની નિમણૂક
મુખ્યમંત્રીની સુરક્ષામાં ડીવાયએસપી કુલદીપ શર્મા, ડી.વી.પટેલ, પી.ડી.વાઘેલા, એચ.વી.ચૌધરી અને આર.એલ.બારડની નિમણૂક કરવામાં આવી છે. બદલયેલા પાંચેય અધિકારીને વેઇટીંગ ફોર પોસ્ટનો ઓર્ડર અપાયો છે.
અધિકારીઓને પ્રતિક્ષા હેઠળ રખાયા
પ્રાપ્ત માહિતી મુજબ આ અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી અહીં ફરજ બજાવતા હતા. જો કે આ બદલીઓ વહીવટી કારણેસર કરાઇ હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રીની સુરક્ષામાં રહેતા પાંચ અધિકારીઓ એસ.કે.શાહ, પી.પી.વ્યાસ, જી.એ.જાડેજા, પી.આર.સાંઘાણી, અને ડી.વી.ગોહિલને નવી નિમણૂક માટે પ્રતિક્ષામાં રાખવામાં આવ્યા છે.