Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદારનું ટ્રેલર રિલીઝ, કોમેડી સાથે ઊંડો સંદેશ છે છુપાયેલો

07:30 AM May 05, 2023 | Vipul Pandya

રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ જયેશભાઈ જોરદારનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રણવીર એક ગુજરાતી વ્યક્તિના રોલમાં ઘણો સારો લાગી રહ્યો છે. આ કોમેડી ફિલ્મમાં એક ઊંડો સંદેશ છુપાયેલો છે, જે છોકરા-છોકરી વચ્ચેના ભેદભાવને ખતમ કરવાનો સંદેશ આપી રહી છે. રણવીરના પિતાનો રોલ બોમન ઈરાનીએ કર્યો છે, જેમની વિચારસરણી તદ્દન રૂઢિચુસ્ત છે. આ ફિલ્મ 13મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મમાં શાલિની પાંડે રણવીર સિંહની પત્નીના રોલમાં છે. જ્યારે બોમન ઈરાની રણવીર સિંહના પિતાની ભૂમિકામાં છે અને રત્ના પાઠક રણવીરની માતાની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા ગુજરાતના એક ગામ અને એક ગુજરાતી પરિવારની છે. ફિલ્મનું ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં ભ્રૂણહત્યા જેવા સામાજિક મુદ્દાને ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, રણવીર સિંહના પિતા એટલે કે બોમન ઈરાની એક ગામના સરપંચ છે અને તેમને એક પૌત્ર જોઈએ છે અને રણવીર બીજી વખત દીકરીનો પિતા બને છે. 
ડિલિવરી પહેલા રણવીરની પત્નીને ગર્ભમાં છોકરો છે કે છોકરી તે તપાસ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવે છે, જેમાં ડૉક્ટર ઇશારાથી છોકરો થવા પર જય શ્રી કૃષ્ણા એટલે કે છોકરો થશે અને જય માતાજી કહે એટલે છોકરી થશે તે જણાવે  છએ. વળી ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, જેવી રણવીરને ખબર પડે છે કે બીજી પુત્રી થવાની છે, રણવીર તેની પત્ની અને મોટી પુત્રી સાથે તેનો જીવ બચાવવા ભાગી જાય છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મ દિવ્યાંગ ઠક્કરે લખી અને દિગ્દર્શિત કરી છે. આદિત્ય ચોપરા અને મનીષ શર્મા આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ 13 મે, 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે.