Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લગ્નેતર સબંધોનો કરુણ અંત,પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી વિધર્મી યુવકે પરણિત પુરુષનો લીધો ભોગ

10:48 PM Apr 22, 2023 | Vipul Pandya

શહેરના ખોખરા વિસ્તારમાં એક વિધર્મી યુવકના પ્રેમમાં પાગલ થયેલી પરણીતાએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખવાનો કારસો પોતાના પ્રેમી સાથે મળીને ઘડી નાંખ્યો, ઘઉં માં જીવાત મારવા માટે જે દવાની ગોળીઓ મુકવામાં આવે છે તે ગોળી આપીને માહિલાએ પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ સંદર્ભે ખોખરા પોલીસે અનુરાધા બામણિયા અને તેનો વિધર્મી પ્રેમી ઇનઝમામ ખ્યાર ની ધરપકડ કરીને તપાસ એસ.સી.એસ.ટી સેલને સોંપી દેવાની તજવીજ હાથ ધરી છે.

વિધર્મી યુવક અને તેની પ્રેમિકાએ હત્યાનો પ્લાન ધડયો
મૂળ દાહોદના વતની અને ખોખરા રેલવે લાઈનમાં એક પરણિત યુગલ રહેતું હતું. જેમાં પરણીત મહિલા અનુરાધા છેલ્લા પાંચ વર્ષથી એક વિધર્મી યુવક ઇન્ઝમામ સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો. અને આ બન્નેના પ્રેમ સંબંધની જાણ યુવતીના પતિને થઈ જતા સમગ્ર હત્યાનો પ્લાન વિધર્મી યુવક અને તેની પ્રેમિકાએ એટલેકે મૃતકની પત્નીએ ઘડી નાખ્યો હતો. વિધર્મી યુવક અને તેની પ્રેમિકાએ ઘડેલા પ્લાન મુજબ આરોપી ઇન્ઝમામ રાજકોટનો વતની છે અને તેણે સલફાસ નામની ઝેરી દવા રોહિતને પેટમાં દુખાવાની દવા કહીને પીવડાવી દીધી હતી અને બાદમાં આરોપીએ રોહિતને હાથ અને પગ સેલોટેપ વડે બાંધી દીધા હતા બાદમાં આ ઝેરી દવાના કારણે રોહિતનું મોત નીપજ્યું હતું.
રોહિત અને તેની પત્ની વચ્ચે આ બાબતને લઈને તકરારો પણ થતી હતી
વર્ષ 2017 માં રોહિત અને અનુરાધાના લગ્ન થયા હતા અને રોહિત રેલવે માં ટ્રેક મેન ઈજનેર તરીકે નોકરી કરતો હતો.અને ખોખરા રેલવે કોલોનીમાં પોતાની પત્ની સાથે જીવન ગુજરતો હતો  પરંતુ તેની પત્ની એક ગરમી યુવક સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતી તેની જાણ ખુદ રોહિતને પણ નહોતી પરંતુ જ્યારે રોહિતને પોતાની પત્નીના ચારિત્ર અંગેની જાણ થઈ ત્યારે રોહિતના પગ નીચેથી જમીન પણ સરકી ગઈ હતી અને બાદમાં રોહિત અને તેની પત્ની વચ્ચે આ બાબતને લઈને તકરારો પણ થતી હતી. મહત્વનો છે કે રોહિત અને અનિરા અનુરાધા ને લગ્નના ઘણા વર્ષો થઈ ગયા હતા તે છતાં તે લોકોને કોઈ સંતાન નહોતું જેના લીધે પણ બંને વચ્ચે મતભેદ રહેતા હતા.
ભૂતકાળમાં પણ અગાઉ આવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે
હાલ ખોખરા પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપી અનુરાધા અને તેના પ્રેમી ઇન્ઝમામની ધરપકડ કરી લીધી છે.ત્યારે સમાજમાં ભૂતકાળમાં પણ અગાઉ આવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમાં આવી માનસિકતા ધરાવનાર વિધર્મી યુવકો પરણિત મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી લેતા હોય છે અને આખરે આવા સંબંધોનો અંજામ હંમેશા કરુંણ જ આવ્યો છે તેવું પણ સામે આવી ચૂક્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ