Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત-કેનેડા વચ્ચે 2022-23માં 8 હજાર મિલિયન ડોલરથી વધુનો વેપાર થયો, સંબંધ ખરાબ થતા હવે થશે વેપાર પર અસર

01:04 PM Sep 22, 2023 | Vishal Dave
ભારત અને કેનેડા વચ્ચે ઉભા થયેલા વિવાદ વચ્ચે બંને દેશો વચ્ચે અભૂતપૂર્વ તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્થિતિ તેના સૌથી ખરાબ તબક્કામાં પહોંચી ચૂકી છે. ભારતે કેનેડા પર ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપવાનો અને તેના પરથી ધ્યાન હટાવવા માટે નિરાધાર આક્ષેપ કરવાનો આરોપ મુક્યો છે. . ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી હતી, જેને ભારતે ફગાવી દીધી છે.. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ભારત અને કેનેડા વચ્ચેના તણાવની ભારત પર કેવી અસર થશે?
ભારતના ઘણા વિદ્યાર્થીઓ કેનેડામાં રહે છે અને અભ્યાસ કરે છે.
ભારત અને કેનેડા વચ્ચે વેપાર, શિક્ષણ, સ્થળાંતર અને પ્રવાસનનું વિનિમય છે. ભારત અને કેનેડા વચ્ચે પરમાણુ સહકાર, ડબલ ટેક્સ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, કૃષિ, ઉર્જા, શિક્ષણને લગતા કેટલાક કરારો અને દ્વિપક્ષીય કરારો પણ છે. ભારતના ઘણા વિદ્યાર્થીઓ કેનેડામાં રહે છે અને અભ્યાસ કરે છે.  વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર, વર્ષ 2022 સુધીમાં ભારતના 13 લાખ 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ વિદેશોમાં અભ્યાસ કરી રહ્યા હતા, જેમાંથી 1 લાખ 83 હજારથી વધુ વિદ્યાર્થીઓ એકલા કેનેડામાં અભ્યાસ કરી રહ્યા હતા.
ભારત અને કેનેડા વચ્ચે વેપાર
કેનેડાની સરકાર અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે કેનેડા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $8,161.02 મિલિયન હતો. જેમાં કેનેડાએ 70 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ભારત કેનેડાનું દસમું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને કેનેડા ભારતનું 35મું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લગભગ દસ વર્ષથી વાટાઘાટોમાં અટવાયેલો છે.
ભારતના પર્યટનમાં કેનેડાનું યોગદાન
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ 2021માં કુલ 80,437 કેનેડિયન પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા, જે ભારતમાં આવતા કુલ પ્રવાસીઓના 5.3 ટકા છે.
દેશો વચ્ચે નિકાસ શું છે ?
2022-23માં ભારતે કેનેડામાં લગભગ 4 અબજ ડોલરની નિકાસ કરી હતી. તે જ સમયે કેનેડાએ પણ ભારતમાં 4.05 અબજ ડોલરની નિકાસ કરી હતી. નિકાસ કરાયેલ માલમાં, ભારત લોખંડ અને સ્ટીલ, ફાર્મા ઉત્પાદનો, કપડાં, એન્જિનિયરિંગ સામાન, કિંમતી પથ્થરો મોકલે છે. જ્યારે કેનેડા વુડ પલ્પ, એસ્બેસ્ટોસ, પોટાશ, આયર્ન સ્ક્રેપ, કઠોળ, ન્યૂઝપ્રિન્ટ, ખનીજ, ઔદ્યોગિક રસાયણો જેવી વસ્તુઓ ભારતમાં મોકલે છે.