+

નસવાડીના ધારસીમેલ ગામે 70 ફૂટ ઊંચાઈથી પડતા ધોધ નિહાળવા ઉમટી પડ્યા પર્યટકો

અહેવાલઃ  નયનેશ તડવી, નસવાડી  પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ધાર સીમેલ ગામે પાસે ઉંડી ખીણમાં કુદરતી ધોધ પડે છે.આ ધોધ અંદાજીત 70 ફૂટ ઊંચાઈ પરથી…

અહેવાલઃ  નયનેશ તડવી, નસવાડી 

પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ધાર સીમેલ ગામે પાસે ઉંડી ખીણમાં કુદરતી ધોધ પડે છે.આ ધોધ અંદાજીત 70 ફૂટ ઊંચાઈ પરથી પડી રહ્યો છે.તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે ડુંગરમાંથી નાના નાના ઝરણાઓ ફુંટી નીકળ્યા છે.તેના કારણે આ ઝરણાં ભેગા મળે છે અને ધોધ સ્વરૂપે પડે છે.ધારસીમેલ ગામમાં આવેલ ધોધ નિહાળવા માટે દૂરથી દૂરથી પ્રવાસીઓ ઉમટી પડે છે.

વરસાદના પાણી નો ધોધ જોવા માટે દૂર થી પ્રવાસીઓ આવે છે. આ ધોધ જોવાનો આનંદ જ કંઇક અલગ છે. પહાડોની વચ્ચે આવેલ આ અતિરમણિય ધોધ ખૂબ જ પ્રખ્યાત છે.પ્રકૃતિના ખોળે સોળે કળા વચ્ચે કુદરતી ઝરણાં વચ્ચે ખૂબ સરસ ધોધ વહી રહ્યો છે. આ ઝરણામાંથી પહાડ પર થી અંદાજે 70 થી 90 ફૂટ ના ઉંચાઈ પરથી આ ધોધ પડી રહ્યો છે.આ ડુંગર વિસ્તારમાં આવેલ ધોધ અતિરમણીય છે .નર્મદા કાંઠે આવેલ આ ધારસીમેલ ધોધના કારણે ડુંગર વિસ્તાર લોકો માટે પ્રિય બની રહ્યો છે. આ ધોધની મુલાકાતે આજુબાજુના ગામોમાં સ્થાનિક લોકો સિવાય કોઈ આવતું જતું ન હતું પરંતુ આ ધોધ જેમ જેમ લોકો માટે પ્રિય બની ગયો છે તેમ તેમ આજુબાજુના જિલ્લાઓના લોકો માટે હવે આ ધોધ સ્થળ પ્રિય બની ગયું છે.

આ ધોધથી આસપાસના ગામોના લોકોમાં ખૂબ આનંદની લાગણી છવાઈ ગઈ છે..આ દોધ જોવા માટે આવનાર લોકો આનંદની લાગણી અનુભવે છે.આ ધોધ સુધી પહોંચવા માટે 1 કીમી અંતર કાંચો માર્ગ છે.અને ધોધ સુધી પ્રવાસીઓને ચાલતા જવું પડે છે.ધોધ સુધી પાકો રસ્તો બનાવવામાં આવે તેવી સ્થાનિકો અને પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે.આ ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આવે તો સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ ઊભી થાય તેમ છે.સરકાર વહેલી તકે આ ધોધ ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તે જરૂરી બન્યું છે.

Whatsapp share
facebook twitter