Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રેમિકા સાથે પતિના સંબંધથી ત્રાસેલી પત્નીએ ‘અભયમ’ની મદદ માંગી, આખરે પતિએ ભૂલ સ્વીકારી માફી માંગી

07:10 PM Jul 11, 2023 | Vishal Dave

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 

પતિ પત્ની ઔર વોના ખેલમાં ઘણા સંસારો તૂટી જતા હોય છે આવું જ એક ભરૂચ જિલ્લાના સામલોદ ગામે પત્ની અને બાળકોને નજર અંદાજ કરી પ્રેમિકાના પ્રેમમાં પાગલ પતિને પાઠ ભણાવવા માટે પત્નીએ 181 અભયમ ટીમનો સહારો લેતા લગ્ન પહેલા રહેલી પ્રેમિકાના પ્રેમમાં પાગલ પતિને કાઉન્સિલિંગ કરી પાઠ ભણાવતા પતિએ માફી માંગતા મામલો થાળે પડયો છે અને એક પરિવાર તૂટતા બચી ગયો છે.

ભરૂચ જિલ્લાના સામલોદ ગામની પરિણિતા કે જેઓ 2 બાળકની માતા છે પતિના લગ્નેતર સબંધથી વિખવાદ થતાં 3 મહિનાથી બાળકો સાથે પિયરમાં રહેતી હતી. પરિણીતાએ પોતાનું અને બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી મદદ માગી હતી. જેથી અભયમ રેસકયું ટીમ ભરૂચ સ્થળ પર પહોંચી અસરકારક કાઉન્સિલગ થકી પતિને સમજાવતા તેઓએ પોતાની ભૂલ કબૂલી હતી, અને બાળકો સહિત પત્નીને સાથે લઇ આવ્યાં હતાં જેથી પરિણિતા નિશાબેન માટે અભયમ ટીમ આર્શીવાદરૂપ બની હતી

અભયમ ટીમ પાસેથી મળતી માહિતી અનુસાર લગ્ન પહેલાના પ્રેમ સબંધ 2 બાળકોના જન્મ બાદ ચાલું રહેતા પતિ અવાર નવાર ઘરે મોડા આવતાં, ઘરે આવી લગ્ન પહેલા જે સ્ત્રી મિત્ર સાથે પ્રેમ સંબંધ હતો તેની સાથે મોબાઇલથી કોલ મેસેજમાં લાગ્યા રહેતાં અને બાળકો કે પત્નીનું ઘ્યાન આપતાં નહી. આ બાબતને લઇ બને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતા રહેતા પતિમાં કોઈ ફેરફારના થતાં બાળકો સહીત નિશાબેન પોતાના પિયરમાં છેલ્લા 3 માસથી રહેતાં હતા. જેઓને પોતાનું લગ્નજીવન અંધકારમય લાગતા છેલ્લા ઉપાય તરીકે તેમજ પોતાનું ઘર તૂટી ન જાય બરબાદ ન થાય બાળકો રખડી ન જાય તે માટે ન્યાય મેળવવા માટે 181 મહિલા હેલ્પ લાઇનમાં પોતાની વ્યથા વ્યક્ત કરી ન્યાય માટે આજીજી કરી હતી

અભયમ ટીમે પણ પતિ પત્ની વચ્ચે કાઉન્સિલિંગ દ્વારા પતિને અન્ય સ્ત્રી સાથેનો સબંધ ભૂલી પોતાનો સંસાર સુખમય અને આનંદપૂર્વક બનાવવા અને સામાજીક અને કાયદાકીય જવાબદારી વિષે સમજાવતા પતિને પોતાની ભૂલનો અહેસાસ થતા પતિએ માફી માંગી અને બાળકો સહીત પત્નીને પિયરમાંથી પોતાના ઘરે લઇ આવ્યા હતા જેથી 181 ની ટીમ એક પરિવારને મજબૂત કરવા અને તેમનું ઘર ઉજડતા બચાવ્યું હોવાના કારણે પીડીત જ પરિણીતા નિશાબેને અભયમનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો