+

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ, સગાઇ પ્રસંગમાં ફિલ્મી સ્ટાઇલથી ત્રાટકી ફાયરિંગ

અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. કાશીબાઈ ની ચાલી નજીક સગાઈનો પ્રસંગ  ચાલી રહ્યો હતો ત્યાંરે કેટલાક અસામાજિક તત્વો ફિલ્મી સ્ટાઈલથી ત્યાં પહોંચી ગયા અને ઇકબાલ બાટલી ક્યાં છે તેવું કહીને સ્થાનિક લોકોને માર મારીને  બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું અને એક રાઉન્ડ સ્થાનિક લોકો પર ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા. રખીયાલ પોલીસે આ મામલે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ત્રàª
અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. કાશીબાઈ ની ચાલી નજીક સગાઈનો પ્રસંગ  ચાલી રહ્યો હતો ત્યાંરે કેટલાક અસામાજિક તત્વો ફિલ્મી સ્ટાઈલથી ત્યાં પહોંચી ગયા અને ઇકબાલ બાટલી ક્યાં છે તેવું કહીને સ્થાનિક લોકોને માર મારીને  બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું અને એક રાઉન્ડ સ્થાનિક લોકો પર ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા. રખીયાલ પોલીસે આ મામલે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 
ત્રણ લોકો સામે ગુનો દાખલ 
ફાયરિંગ કેસમાં પોલીસે ફઝઅલ અહેમદ શેખ તેના ભાઈ અલ્તાફ અને 3 મિત્રો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો  છે. આ આરોપી આ વિસ્તારના ટપોરી છે અને પોતે ભાઈ બનવાની ઘેલછા ધરાવતા હોવાથી આ પ્રકારના કૃત્ય કરતા રહે છે. આરોપી અને ઇકબાલ બાટલી વચ્ચે કોઈ અદાવત હોવાની પોલીસે શકયતા વ્યક્ત કરી છે.. આ અદાવતમાં આરોપીએ ફાયરિંગ કર્યું છે. બાટલી પણ કુખ્યાત આરોપી છે તેની વિરુદ્ધ SOGમાં હથિયારને લઈને ગુનો નોંધાયો હતો.. હાલમાં પોલિસે ફાયરિંગ કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી છે..
રખિયાલમાં ફાયરિંગ કરીને આતંક મચાવનાર  ગુનેગારો કઈ રીતે હથિયાર લાવ્યા અને તેનો ઉપયોગ ફિલ્મી સ્ટાઇલથી કર્યો તે પણ ખૂબ જ ચોકાવનારી બાબત છે. કારણ કે આ પરિસ્થિતિને કારણે આગામી સમયમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે છે.. જેથી પોલીસ અને સ્થાનિક એજન્સી દ્વારા આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે..
આ પણ વાંચોઃ 

 અમદાવાદમાં વ્યાજખોરી મામલામાં મોટા ક્રિકેટ બુકી વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ , 2 લોકોની ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter