Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Tortilla Day: અમદાવાદમાં પશ્વિમિ દિવસોની પરંપરાને અવગણીને અનોખા દિવસની કરાઈ સ્થાપના

12:09 AM Feb 29, 2024 | Aviraj Bagda

Tortilla Day: ફેબ્રુઆરી મહીનામાં Western Day જેવા કે Rose Day, Valentine day, અને બીજા ધણા બધા ડે લોકો ઊજવતા હોય છે. તેની પાછળ ધણા બધા પૈસા ખર્ચ કરી નાખતા હોય છે. ત્યારે આવા ખોટા ખર્ચ કરવા કરતા પ્રજાપતિ પરીવારે રોટી ડે ઊજવવાનું નકકી કર્યુ. ગરીબ લોકો જે ફુટપાથ પર સુઇ જતા હોય તેવા લોકોને જમવાનું આપી રોટી ડે ની ઉજવણી કરવામાં આવે છે.

  • અમદાવાદમાં પ્રજાપતિ પરિવાર દ્વારા રોડી ડેની ઉજવણી
  • છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે ઉજવણી
  • દર વર્ષ 28 ફેબ્રુ.ના દિવસે આ રોડી ડેની ઉજવણી કરવામાં આવે છે

સમગ્ર વિશ્વમાં ઉજવાતા બધાજ Days જ્યારે લોકો પોતાના આંનદ-પ્રમોદ માટે ઉજવતા હોય છે. ત્યારે અમદાવાદના પ્રજાપતિ પરીવારે 10 વર્ષ પહેલા 28–February ને “tortilla ડે” તરી કે ઉજવવાનું નક્કી કર્યું હતું. છેલ્લા 10 વર્ષથી આ દિવસની ઉજવણી આ રીતે જ તેઓ જન-જન સુધી અન્ન પહોંચાડી અને કરી રહ્યા છે.

Tortilla Day

આ પરિવારે બીજા લોકો માટે કંઈક કરી છુટવાની પરોપકારી ની ભાવના જે બતાવી છે તે પ્રશંસાને પાત્ર છે. સાત-આઠ વિસ્તારથી કરેલી શરૂઆત આજે 15 વિસ્તાર સુધી પંહોચી છે. પ્રજાપતિ પરિવાર આ દીવસે સાંજે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ભોજન પહોંચાડીને રોટી ડેની ઉજવણી કરે છે.

ઘણા લોકો તેમને આર્થિક રીતે સપોર્ટ કરીને તેમના વતી “રોટી ડે” ની ઉજવણી કરવાની વિનંતી પણ કરે છે. પરંતુ નમ્રતાપૂર્વક સમજાવીને તેમને જાતે જ “રોટી ડે” નું દાન કરવા તેઓ સમજાવે છે. સમગ્ર વિશ્વમાં જે બધા Days ઉજવાઈ રહ્યા છે તેવી જ રીતે 28–February ને “રોટી ડે” આખા વિશ્વમાં ઉજવવા માટે અમદાવાદના પ્રજાપતિ પરીવારે અપીલ પણ કરી છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Chhotaudepur Congress Leader: ગુજરાત જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલા વધુ એક કોંગ્રેસ નેતાએ બદલી પાર્ટી