+

Tapi Rain:તાપીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, જિલ્લાના 115 માર્ગ ધોવાયા

Tapi Rain::રાજ્યમાં સૌરાષ્ટ્ર (SaurashtraRain )સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી(Tapi Rain), નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં આજે…

Tapi Rain::રાજ્યમાં સૌરાષ્ટ્ર (SaurashtraRain )સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી(Tapi Rain), નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં આજે તાપી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં ઝાખરી, વ્યારા, વાલોડ સહિતના અનેક વિસ્તારોમા ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે ઝાખરી અને વાલ્મિકી નદીએ રૌદ્ધ રૂપ ધારણ કર્યું છે.

તાપીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી

તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે વ્યારાના માર્ગ પર, વાલોડના પ્રસિદ્ધ ગણપતિના મંદિર, એસજી હાઈસ્કૂલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તાપીમાં ભારે વરસાદી પરિસ્થિતિમાં પાણીના પ્રવાહમાં ઢોર ઢાંખર તણાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ધોધમાર વરસાદથી છીડિયા ગામ, પેરવડ ગામ અને કાંજણ ગામની પંચાયતમાં પાણી ભરાયા છે.

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી

નવસારીમાં ભારે વરસાદને લીધે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. આ ઉપરાંત અડદા ગામમાં પાંચ લોકો ફસાઈ જતાં ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નદીઓની જળ સપાટીમાં વધારો થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. પૂર્ણા નદીની જળસપાટી ભયજનક સપાટી કરતાં ઉપર જતાં પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા હતા. ઘરો તથા અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. જ્યારે નવસારીના ભેંસદ ખાડા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતાં 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વિશ્વામિત્રી નદી છલકાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં

ઉલ્લેખનીય છે કે વર્ષાઋતુના પ્રારંભિક દિવસોમાં વડોદરા અને જિલ્લામાં વરસાદની ખૂબ જ ઘટ હતી. પરંતુ બુધવારે મેઘાએ વડોદરા શહેર જિલ્લાને ધમરોળતા અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા સરોવર, પ્રતાપપુરામાં પાણીની સપાટી ઝડપભેર વધી રહી હતી. પરિણામે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેથી વિશ્વામિત્રી નદીની સપાટી એકદમ ઝડપથી વધવા માંડી હતી અને ભયજનક સપાટીથી ત્રણ ફૂટ થી વધીને 29 ફૂટે વહેવા માંડી હતી. પરિણામે અનેક નીચાણવાળા વિસ્તારોમાં તથા આસપાસના ગામોમાં નદીના પાણી ફરી વળ્યા હતા

આ પણ  વાંચો  Gandhinagar: ગુજરાતમાં હવે મફત મળશે આ દવાઓ! રાજ્ય સરકારે જીવન રક્ષક દવાઓના લીસ્ટમાં કર્યો વધારો

આ પણ  વાંચો VADODARA : કાલુપુરાના લીંબડી ફળિયાના બંધ મકાનની દિવાલ તૂટી

આ પણ  વાંચો  –VADODARA : વિજ કંપનીની ભરતી પરીક્ષામાં વિસંગતતા, ઉમેદવારોની પડખે યુવરાજસિંહ

Whatsapp share
facebook twitter