Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paris Olympics 2024 નો પ્રારંભ, સિંધુ અને શરથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું

12:25 AM Jul 27, 2024 | Hiren Dave

 Opening Ceremony: પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની (Opening Ceremony)સીન નદીના કિનારે યોજાઇ હતી. જે આ વખતે સૌથી ખાસ છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલી વખત ઉદ્ઘાટન સમારંભ સ્ટેડિયમની અંદર યોજાઇ રહ્યો નથી. ઓપનિંગ સેરેમનીમાં લેડી ગાગાએ પર્ફોમન્સ કર્યું હતું.દરેક દેશના ખેલાડીઓ પોતાની ટુકડી સાથે સીન નદીમાંથી પસાર થઇ રહ્યા છે. તે પેરિસના કેટલાક પ્રતિષ્ઠિત સ્થળોને આવરી લઇ રહ્યા છે. ફ્લોટિંગ પરેડ જાર્ડિન ડેસ પ્લાન્ટ્સની બાજુમાં આવેલા ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ થઇ છે અને ટ્રોકાડેરો ખાતે પૂરી થશે.

ઉદઘાટન સમારોહની રંગારંગ શરૂઆત થઈ છે. સૌપ્રથમ વોટર શોએ સભાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને આ દરમિયાન સૌપ્રથમ ગ્રીક ખેલાડીઓની બોટ અને ત્યારબાદ ઓલિમ્પિક રેફ્યુજી ટીમની બોટે એથ્લેટ પરેડની શરૂઆત કરી હતી. શરણાર્થી ટીમમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ કોઈપણ દેશનું પ્રતિનિધિત્વ કરતા નથી અથવા જેમના દેશે તેમની જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો છે.

 

  • ભવ્ય સમારોહ સાથે પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ
  • પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાત પણ દેખાડશે દમ
  • ગુજરાતના 3 ખેલાડીઓ વિશ્વભરમાં વગાડશે ડંકો
  • હરમીત દેસાઈ, માનવ ઠક્કર લઈ રહ્યાં છે ભાગ
  • પ્રથમ રાઉન્ડમાં ચીન સામે ટેબલ ટેનિસમાં ટકરાશે
  • શૂટર ઈલાવેનિલ વાલારિવન વધારશે દેશનું ગૌરવ
  • ત્રણ ગુજરાતી સહિત 117 ભારતીય ખેલાડી મેદાને
  • પેરિસ ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવવા ઉત્સુક!

ફ્રાન્સ છેલ્લે આવશે

યજમાન તરીકે ફ્રાન્સનો વારો છેલ્લો આવશે, જ્યારે યુએસ ટુકડી પરેડમાં બીજા સ્થાને રહેશે કારણ કે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માટે તૈયાર છે. આ સિવાય બાકીના દેશો આલ્ફાબેટીકલ ક્રમમાં પરેડમાં ભાગ લેશે.

ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓની ટુકડી મોકલી છે. 117 સભ્યોની ટુકડીમાં એથ્લેટિક્સ (29), શૂટિંગ (21) અને હોકી (19)માં સૌથી વધારે છે. આ 69 ખેલાડીઓમાંથી 40 ખેલાડીઓ પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે.

 

વીડિયોમાં ફ્રેન્ચ સંસ્કૃતિની ઝલક

નૃત્ય પ્રદર્શન પછી, 1789-1799 વચ્ચે થયેલી ફ્રેન્ચ ક્રાંતિ પર એક ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. દરમિયાન, એક મ્યુઝિક બેન્ડે ઉત્સાહપૂર્ણ પરફોર્મન્સ આપ્યું. કેટલાક લોકો કરતબ કરતા જોવા મળ્યા તો કેટલાક રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા. આ ડોક્યુમેન્ટ્રીમાં ફ્રાન્સની સંસ્કૃતિનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પીવી સિંધુ અને ટેબલ ટેનિસ ફ્લેગ બેરર

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને ટેબલ ટેનિસના દિગ્ગજ શરથ કમલ, જેઓ તેમના પાંચમા ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે, તેમણે ઓલિમ્પિકમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું છે. આ બંને ખેલાડીઓ પોતપોતાની રમતોથી ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં ભારતના ફ્લેગ બેરર બનનારા સૌપ્રથમ ખેલાડીઓ બન્યા છે.

 

મોટી સંખ્યામાં લોકો આ સેરેમનીમાં સામેલ થયા

ઓપનિંગ સેરેમની સમારોહ માટે શહેરમાં 80 મોટા સ્ક્રીન લગાવવામાં આવ્યા છે, જેથી 3 લાખથી વધુ લોકો આ સમારોહને જોશે. સાથે જ એક અંદાજ મુજબ 1.5 લાખ લોકો આ સેરેમનીમાં સામેલ થયા છે. આ ઓલિમ્પિક સમારંભમાં ભાગ લેનારા દર્શકોની સૌથી મોટી સંખ્યા છે.

 

આ પણ  વાંચો  –Paris Olympics 2024 માં ભારતીય સંસ્કૃતિ ઝળકી, ખેલાડીઓ પરંપરાગત ડ્રેસમાં દેખાયા…

આ પણ  વાંચો  –Paris Olympics 2024 નો આજથી પ્રારંભ, PM મોદીએ ખેલાડીઓને પાઠવી શુભેચ્છાઓ…

આ પણ  વાંચો  –Paris Olympic 2024 : ભારતના ખેલાડીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શુભકામનાઓ