+

Rajkot : કૌભાંડીઓએ તો સ્મશાનને પણ બાકી ન રાખ્યું! અંતિમક્રિયા માટેનાં લાકડાઓમાં પણ કર્યું મસમોટું કૌભાંડ

રાજકોટમાં (Rajkot) સ્મશાનમાં મોકલાતા લાકડાનું મસમોટું કૌભાંડ! વરસાદમાં ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાં વિવિધ સ્મશાનગૃહ મોકલવાનાં હતા સરકારી ચોપડે દર્શાવેલા અને હકીકતનાં આંકડામાં ફેરફાર ફરી એકવાર ગુGujarat First નાં અહેવાલની જોરદાર…
  1. રાજકોટમાં (Rajkot) સ્મશાનમાં મોકલાતા લાકડાનું મસમોટું કૌભાંડ!
  2. વરસાદમાં ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાં વિવિધ સ્મશાનગૃહ મોકલવાનાં હતા
  3. સરકારી ચોપડે દર્શાવેલા અને હકીકતનાં આંકડામાં ફેરફાર
  4. ફરી એકવાર ગુGujarat First નાં અહેવાલની જોરદાર અસર

રાજકોટમાંથી (Rajkot) વધુ એક મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. રાજકોટમાં ભારે વરસાદ અને પવનનાં કારણે વિવિધ વિસ્તારોમાં મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. આ વૃક્ષોને કાપીને તેના લાકડા વિવિધ સ્મશાનગૃહમાં (Crematorium) મોકલવાનું નક્કી થયું હતું. સરકારી ચોપડે ગાર્ડન શાખા દ્વારા સ્મશાનમાં આ લાકડા ભરેલી 35 ગાડીઓ મોકલવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ, તેની વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો – Ahmedabad : શહેરની ટ્રાફિક સમસ્યા અંગે જનજાગૃતિ માટે HC નાં જજે બીડું ઊઠાવ્યું! જુઓ પ્રેરણાદાયક તસવીર

ભારે વરસાદ અને પવનનાં કારણે મહાકાય વૃક્ષો ધરાશાયી થયાં

રાજકોટમાં (Rajkot) ભારે વરસાદ અને પવનનાં પગલે મહાકાય વૃક્ષો ધારાશાયી થયા હતા. આ વૃક્ષોને કાપી તેના લાકડા વિવિધ સ્મશાનગૃહમાં મોકવાનું નક્કી કરાયું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજકોટ મનપાનાં (RMC) ગાર્ડન વિભાગ (Garden Department) દ્વારા સરકારી ચોપડે વિવિધ સ્મશાનમાં લાકડાથી ભરેલી 32 જેટલી ગાડીઓ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે. પરંતુ, કયાં સ્મશાનમાં કેટલી ગાડીઓ મોકલી અને ખરા અર્થમાં કેટલી પહોંચી તેના આંકડા અને હકીકત ચોંકાવનારી છે. માહિતી મુજબ, મોટા મોવા વિસ્તારમાં આવેલા સ્મશાનમાં 3 ગાડી મોકલવામાં આવી હોવાનું સરકારી ચોપડે જણાવાયું છે. પરંતુ, હકીકતમાં એક જ ટ્રેક્ટર અને એક નાની બોલેરો જેટલા લાકડા સ્મશાને પહોંચ્યા હતા.

રાજકોટમાં હવે લાકડા કૌભાંડ!

ઉપરાંત, સરકારી ચોપડામાં દર્શાવેલી માહિતી અનુસાર બાપુનગર (Bapunagar) વિસ્તારનાં સ્મશાનમાં 3 ગાડી મોકલવામાં આવી હતી. જ્યારે, ખરા અર્થમાં ત્યાં માત્ર એક ટ્રેક્ટર પહોંચ્યું હોવાનો ખુલાસો થયો છે. બાકીનાં 3 ટ્રેકટર ક્યાં ગાયબ થયા ? તે અંગે હાલ પણ રહસ્ય છે. આવી જ રીતે મવડી સ્મશાનમાં પણ 3 ગાડીઓ મોકલી હોવાનું સરકારી ચોપડે લખેલું છે. જ્યારે ત્યાં 1 ટ્રેક્ટર જ પહોંચ્યું હતું. રૈયા વિસ્તારનાં સ્મશાનમાં 4 ગાડી મોકલી હોવાનું સરકારી રેકોર્ડમાં જણાવ્યું છે જ્યારે ત્યાં પણ લાકડાનાં માત્ર 2 જ ટ્રેક્ટર પહોંચ્યા હતા. આ સિવાય, પોપટપરામાં આવેલા સ્મશાનમાં 7 ગાડીઓ ભરીને લાકડા મોકલવામાં આવ્યા હોવાનું જણાવાયું છે, જ્યારે ત્યાં માત્ર 5 ટ્રેક્ટર પહોંચ્યા હોવાનો ખુલાસો થયો છે. આમ, અંતિમક્રિયા માટે મોકલેલા લાકડાઓને બારોબાર સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે.

આ પણ વાંચો – Gandhinagar : ‘શિક્ષક દિવસ’ એ TAT પાસ ઉમેદવારોનું ધરણા પ્રદર્શન, સરકાર સમક્ષ કરી આ માગ

ગુજરાત ફર્સ્ટનાં સવાલ…

– અંતિમક્રિયા માટે મોકલાયેલા લાકડા ક્યાં ગયા ?
– કોણે બારોબાર લાકડાઓનો વહીવટ કર્યો ?
– કોની મિલિભગતથી લાકડાનો બારોબાર વહીવટ થયો ?
– લાકડાનાં કૌભાંડમાં કોને કોને કટકી પહોંચી ?
– બારોબાર લાકડા ચાંઉ કરી જનારા સામે પગલાં ક્યારે લેવાશે ?
– લાકડાનાં કૌભાંડીઓ પર કોના ચાર હાથ છે ?

Gujarat First નાં અહેવાલની ધારદાર અસર!

આ મસમોટા કૌભાંડ અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા અહેવાલ પ્રસારિત કર્યા બાદ તેની ધારદાર અસર જોવા મળી છે. રાજકોટનાં (Rajkot) નાયબ મ્યુનિ. કમિશનર સ્વપ્નિલ ખરે (Swapnil Khare) પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગાર્ડન શાખાની ભૂમિકા સુપરવિઝનની છે. એજન્સીનાં બિલોની તપાસ કરવામાં આવશે. જો સ્મશાનનાં લાકડામાં કૌભાંડ થયું હશે તો કાર્યવાહી કરવામાં આવશે. તેમણે માહિતી આપી કે, રાજકોટમાં (Rajkot) વરસાદ અને પવનને કારણે 602 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ વૃક્ષ કાપીને લાકડા સ્મશાન સુધી પહોંચાડવાનું કામ 2 એજન્સીને સોંપવામાં આવ્યું હતું. આ લાકડાને લઇ તમામ સ્મશાનમાં પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો – Jamnagar : પતિ રવિન્દ્ર જાડેજાને લઈ પત્ની રિવાબાએ કર્યો મોટો ખુલાસો! સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

Whatsapp share
facebook twitter