GST બીલ માંગવાના ચલણને પ્રોત્સાહન આપવા માટે સરકાર એક સ્કિમ શરૂ કરી રહી છે. 1લી સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકાર મેરા બીલ મેરા અધિકાર (Mera Bill Mera Adhikaar) નામેથી એક ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સ્કિમ લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્કીમ હેઠળ માત્ર 200 રૂપિયાની ખરીદી પર કરવા પર રૂ. 1 કરોડ સુધીની કેશ પ્રાઈઝ જીતી શકશો. કેન્દ્ર સરકાર આ સ્કીમ રાજ્ય સરકારના સહયોગથી લોન્ચ કરવા જઈ રહી છે.
સ્કીમનો હેતુ
આ સ્કીમ હેઠળ લોકો રૂ. 200 કે તેનાથી વધારેના કોઈ પણ GST ચલણને અપલોડ કરવાનું રહેશે. આ સ્કિમ એટલા માટે શરૂ કરવામાં આવી રહી છે જેથી દરેક ખરીદી માટે GST બીલ માંગવાના ચલણને વધારી શકાય. 1લી સપ્ટેમ્બર 2023 ના રોજ આ સ્કીમને હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અસમ, ગુજરાત, હરિયાણા અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોન્ચ કરવામાં આવશે. GST સપ્લાયર તરીકે ગ્રાહકોને જાહેર દરેક B2C ઈન્વોઈસ આ સ્કિમ માટે માન્ય રહેશે. ઈન્વોઈસની લઘુત્તમ વેલ્યૂ 200 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કેવી રીતે કરશો અપલોડ
જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્કીમ લોન્ચ કરવામાં આવનાર છે ત્યાંના ગ્રાહકોને ઈનવોઈસ અપલોડ કરવા માટે Web.merebill.gst.gov.in પોર્ટલ પર મેરા બીલ મેરા અધિકાર પર જવાનું રહેશે. અહીં સરળતાથી બીલ અપલોડ કરી શકાય છે. જોકે કેન્દ્ર સરકારે ચલન અપલોડ કરવાની લિમિટ નક્કી કરી છે. ચલણ અપલોડ કરતા દરમિયાન ગ્રાહકોને સપ્લાયર્સનો GSTIN, ચલણ નંબર, ચલણની તારીખ, ચલણની કિંમત અને ગ્રાહકના રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશો જેવી ડિટેઈલ્સ આપવી પડશે.
ડ્રોના આધારે નક્કી થશે વિજેતા
સ્કીમની માર્ગદર્શીકા અનુસાર એક વ્યક્તિ એક મહિનામાં મહત્તમ 25 ચલણ અપલોડ કરી શકે છે. જેટલા પણ ચલણ અપલોડ થશે તેમને એક એક્નોલેજમેન્ટ રેફરન્સ નંબર (ARN) મળશે. આ નંબરનો ઉપયોગ પ્રાઈઝ માટે થનારા લકી ડ્રો માટે કરવામાં આવશે. લકી ડ્રો દર મહીને નિકળશે. નિયમો અનુસાર છેલ્લા મહિના દરમિયાન જાહેર કરવામાં આવેલા તમામ B2C ચલણ જે આગામી મહિનાની તારીખ સુધીમાં અપલોડ કરવામાં આવશે. તેમને જ લક્કી ડ્રોમાં સામેલ કરવામાં આવશે.
બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે રકમ
સિસ્ટમ કોઈ પણ પ્રકારના બોગસ કે ડૂબ્લિકેટ GSTIN ચલણને અસ્વિકાર કરી દેશે. વિજેતાઓને જાણકારી આપવા માટે એપ કે વેબસાઈટ પર માત્ર પુશ નોટિફિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. સ્પેસિફિક બેંક ખાતા દ્વારા વિજેતા વ્યક્તિને પુરસ્કારની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. વ્યક્તિને એપ કે વેબ પોર્ટલના માધ્યમથી વધારાની જાણકારી જેવી કે તેમનો પાન નંબર, આધારકાર્ડ નંબર અને બેંક એકાઉન્ટ આપવું પડશે. આ પ્રક્રિયા નટિફિકેશન જાહેર થયાંના 30 દિવસની અંદર પૂર્ણ કરવી પડશે.
આ પણ વાંચો : ADITYA L1 મિશન વિશે જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.