+

Israel Attack: “પપ્પુ પેજર”  કેવી રીતે બન્યું મોતનું હથિયાર…..?

હિઝબુલ્લાહ મોસાદના સાયબર ઓપરેશનનો શિકાર બન્યું પેજરને મોસાદના અધિકારીઓએ હંગેરિયન કંપનીમાં બનાવ્યા હતા હિઝબુલ્લાહને ગેરમાર્ગે દોરવા માટે મોસાદ અધિકારીઓ દ્વારા રચાયેલી એક ફ્રન્ટ કંપની હતી ઈઝરાયેલે મગજનો ઉપયોગ કરીને ‘પપ્પુ’…
  • હિઝબુલ્લાહ મોસાદના સાયબર ઓપરેશનનો શિકાર બન્યું
  • પેજરને મોસાદના અધિકારીઓએ હંગેરિયન કંપનીમાં બનાવ્યા હતા
  • હિઝબુલ્લાહને ગેરમાર્ગે દોરવા માટે મોસાદ અધિકારીઓ દ્વારા રચાયેલી એક ફ્રન્ટ કંપની હતી
  • ઈઝરાયેલે મગજનો ઉપયોગ કરીને ‘પપ્પુ’ પેજરને બોમ્બ બનાવ્યું
  • હિઝબુલ્લાહ પર જેમ્સ બોન્ડ શૈલીનો હુમલો

Israel Attack : લેબનોનમાં છેલ્લા ચાર દિવસમાં સતત થયેલા બ્લાસ્ટથી સમગ્ર વિશ્વ ચોંકી ગયું છે. આ હુમલામાં હિઝબુલ્લાહના ઘણા આતંકી માર્યા ગયા છે. Israel Attack ના પહેલા દિવસે, પેજર વિસ્ફોટને કારણે હિઝબુલ્લાહના 12 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 4000 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જ્યારે બીજા દિવસે વોકી-ટોકી અને સોલાર પેનલ પર થયેલા વિસ્ફોટમાં વધુ 25 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વિસ્ફોટમાં સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. હિઝબુલ્લાહ આ વિસ્ફોટો માટે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદને જવાબદાર માની રહી છે, જ્યારે ઈઝરાયેલે આવા કોઈપણ વિસ્ફોટ અંગે સીધે સીધુ કંઈ કહ્યું નથી.

હિઝબુલ્લાહને ગેરમાર્ગે દોરવા માટે મોસાદ અધિકારીઓ દ્વારા એક ફ્રન્ટ કંપની બનાવાઇ

ન્યૂયોર્ક ટાઈમ્સે હવે લેબનોનમાં થયેલા આ વિસ્ફોટોને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ અખબારના મતે હિઝબુલ્લાહ મોસાદના સાયબર ઓપરેશનનો શિકાર બન્યું છે. હિઝબુલ્લા દ્વારા ખરીદેલ પેજર્સ તાઈવાનની એપોલો ગોલ્ડ કંપનીના ન હતા. તેને મોસાદના અધિકારીઓએ તે હંગેરિયન કંપનીમાં બનાવ્યા હતા જેને હિઝબુલ્લાહ તાઈવાનની કંપની માની રહ્યું હતું. વાસ્તવમાં, તે હિઝબુલ્લાહને ગેરમાર્ગે દોરવા માટે મોસાદ અધિકારીઓ દ્વારા રચાયેલી એક ફ્રન્ટ કંપની હતી. મોસાદે આ કંપની સ્થાપવાની યોજના ઘણા વર્ષો પહેલા બનાવી હતી.

આ પણ વાંચો–Lebanon : હિઝબુલ્લાહ હુમલામાં વપરાયેલા પેજર આ દેશમાં બન્યા!, અધિકારીએ કર્યા અનેક ખૂલાસા…

ઈઝરાયેલે મગજનો ઉપયોગ કરીને ‘પપ્પુ’ પેજરને બોમ્બ બનાવ્યું

બનાવટી કંપની બનાવી અને… ઈઝરાયેલે મગજનો ઉપયોગ કરીને ‘પપ્પુ’ પેજરને બોમ્બ બનાવ્યું…એવું કહેવાય છે કે ઈઝરાયેલે હિઝબુલ્લા પર આ હુમલાની તૈયારીઓ ઘણા સમયથી શરૂ કરી દીધી હતી. હિઝબુલ્લાહને તેના પર કોઈ પ્રકારની શંકા ન રહે તે માટે ઘણી શેલ કંપનીઓ બનાવવામાં આવી હતી. જોકે, ઈઝરાયેલે ક્યારેય આ હુમલાઓમાં તેની સંડોવણી સ્વીકારી નથી.

હિઝબુલ્લાહ 2022 થી આ કંપની પાસેથી પેજર ખરીદતું હતું

ઈઝરાયેલ છેલ્લા ઘણા વર્ષોથી પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટથી હિઝબુલ્લાહને હચમચાવાની તૈયારી કરી રહ્યું હતું. અને હિઝબુલ્લાને ક્યારેય આ વાતનો સંકેત મળ્યો ન હતો. હિઝબુલ્લા 2022 થી આ ઇઝરાયેલી કંપની પાસેથી પેજર ખરીદી રહી હતી. હિઝબુલ્લાએ આ ઇઝરાયેલ કંપની પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું કે તરત જ મોસાદની વ્યૂહરચના કામ કરવા લાગી, જેના હેઠળ તે તેના ઘરમાં ઘૂસીને હિઝબુલ્લાહને મારવાની યોજના બનાવતું હતું. એવું કહેવાય છે કે એકવાર જ્યારે લેબનોનમાં બેઠેલા હિઝબુલ્લાહ આતંકવાદીઓએ આ કંપનીના પેજર અને અન્ય સાધનોની માંગ કરવાનું શરૂ કર્યું ત્યારે મોસાદે પેજરમાં PETN વિસ્ફોટકો ગોઠવી દીધા

ઈઝરાયેલે હિઝબુલ્લાહને ચોંકાવવા માટે શેલ કંપની બનાવી હતી

ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, હિઝબુલ્લાહે જે કંપની પાસેથી પેજર અને અન્ય સાધનો ખરીદ્યા તે ઈઝરાયેલની શેલ કંપની હતી. આ કંપની મોસાદના અધિકારીઓએ થોડા વર્ષો પહેલા બનાવી હતી. અને આ કંપનીનો હેતુ તેના ઘરમાં ઘુસીને હિઝબુલ્લાહને મારવાનો હતો. એવું કહેવાય છે કે હિઝબુલ્લાને કોઈ પણ પ્રકારની શંકા ન રહે તે માટે ઈઝરાયેલે વધુ બે શેલ કંપનીઓ પણ બનાવી હતી.

આ પણ વાંચો—Unit 8200…જેનું નામ પડતાં જ વિશ્વના બધા દેશો હવે ધ્રુજવા લાગ્યા….

હિઝબુલ્લાહ પર જેમ્સ બોન્ડ શૈલીનો હુમલો

જે રીતે ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના આતંકવાદીઓને માર્યા તે કોઈ ફિલ્મના સીન જેવું છે, આ હુમલા વિશે સાંભળીને પણ એવું લાગે છે કે આ કોઈ જેમ્સ બોન્ડની ફિલ્મનું સીન છે. આ હુમલામાં હિઝબુલ્લાહના ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.
નિષ્ણાતોના મતે, પેજર બોમ્બ વિસ્ફોટોને જોતા તે સ્પષ્ટ થાય છે કે આ યોજના પાછળ ઘણા વર્ષોની મહેનત છે. નિષ્ણાતો માને છે કે લેબનોનમાં આયાત કરતા પહેલા સપ્લાય ચેઇનમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી અને સેંકડો પેજર વિસ્ફોટકોથી ભરેલા હતા. જો કે આ અંગે અત્યાર સુધીમાં બહુ ઓછા પુરાવાઓ સામે આવ્યા છે.

શા માટે હિઝબોલ્લાહ ફક્ત પેજરનો ઉપયોગ કરે છે?

હિઝબુલ્લાહે પણ થોડા મહિના પહેલા પોતાના આતંકવાદીઓને કોઈપણ મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા કહ્યું હતું. મોબાઈલ ફોનને બદલે પેજરના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આની પાછળનો તર્ક એ છે કે હિઝબુલ્લા સારી રીતે જાણે છે કે ઈઝરાયેલની મોસાદ જેવી એજન્સી મોબાઈલ ફોનને ટ્રેક કરી શકે છે પરંતુ પેજરને ટ્રેક કરવું એટલું સરળ નથી. પેજર બનાવવામાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી ઘણી જૂની છે, તેથી તેનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે તે શોધવું મુશ્કેલ છે.

આ પણ વાંચો–Pager Blast in Lebanon : ઈઝરાયેલે યુદ્ધના નવા તબક્કાની કરી શરૂઆત, હિઝબુલ્લાને સ્પષ્ટ સંકેત

Whatsapp share
facebook twitter