+

Israeli Airstrikeમાં મોતને ભેટેલી ઝૈનબ કોણ ?

હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ અને તેની પુત્રી ઝૈનબ નસરાલ્લા ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા ઝૈનબને હિઝબુલ્લાહની વફાદાર સૈનિક માનવામાં આવતી હતી હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર થયેલા હુમલામાં પિતા-પુત્રીના મોત Israeli Airstrike :…
  • હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ અને તેની પુત્રી ઝૈનબ નસરાલ્લા ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા
  • ઝૈનબને હિઝબુલ્લાહની વફાદાર સૈનિક માનવામાં આવતી હતી
  • હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર થયેલા હુમલામાં પિતા-પુત્રીના મોત

Israeli Airstrike : હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ અને તેની પુત્રી નાયબ ઝૈનબ નસરાલ્લા ઈઝરાયેલના હુમલા (Israeli airstrike)માં માર્યા ગયા છે. ઈઝરાયેલે શુક્રવારે લેબનોનના બેરૂતમાં ઈમારતો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઝૈનબ અને તેના પિતા હિઝબુલ્લા ચીફ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ઈઝરાયેલની ચેનલ 12એ આ દાવો કર્યો છે. જો કે, હિઝબુલ્લાહ અથવા લેબનીઝ અધિકારીઓ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી નથી. હસન નસરાલ્લાહ પર હુમલા બાદથી મધ્ય પૂર્વમાં તણાવ વધવાનો ભય વધી ગયો છે.

કોણ છે ઝૈનબ નસરાલ્લાહ?

  • ઝૈનબ નસરાલ્લાહ હસન નસરાલ્લાહની પુત્રી છે. હસન લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહનો ચીફ હતો. હિઝબુલ્લાહ એક રાજકીય અને લશ્કરી સંગઠન છે.
  • ઝૈનબ નસરાલ્લાહ વિશે જાહેરમાં વધુ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ ઝૈનબને હિઝબુલ્લાહની વફાદાર સૈનિક માનવામાં આવતી હતી.
  • ઝૈનબે 2022 માં તેના ભાઈ હાદીના મૃત્યુ પર તેના પરિવારની પ્રતિક્રિયા આપી હતી. 1997માં ઇઝરાયેલ દ્વારા હાદીની હત્યા કરવામાં આવી હતી. અલ-મનાર ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં ઝૈનબે કહ્યું હતું કે જ્યારે મારો ભાઈ શહીદ થયો ત્યારે મારા પરિવારે એક પણ આંસુ વહાવ્યું ન હતું.

આ પણ વાંચો–Hezbollahને ખતરનાક સંગઠન બનાવનાર નસરાલ્લાહ રૂઢિચુસ્ત ઇસ્લામવાદી નેતા ન હતા…

હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર થયેલા હુમલામાં પિતા-પુત્રીના મોત

ઈઝરાયેલની સૈન્ય અનુસાર, શુક્રવારે બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર થયેલા હુમલામાં પિતા-પુત્રીના મોત થયા હતા. બેરૂતમાં ઈઝરાયેલના હુમલા ચાલુ છે. લેબનીઝ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દક્ષિણ બેરૂતમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે, જ્યારે 91 લોકો ઘાયલ થયા છે.

હસન નસરાલ્લાહના મૃત્યુ અંગે અલગ-અલગ દાવાઓ

ઇઝરાયેલની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદવ સોશાનીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ માર્યા ગયા છે. અન્ય સૈન્ય પ્રવક્તા ડેવિડ અબ્રાહમે એએફપીને જણાવ્યું હતું કે હસન નસરાલ્લાહ માર્યો ગયો હતો. હિઝબુલ્લા સાથે સંકળાયેલા એક સૂત્રએ એએફપીને જણાવ્યું કે શુક્રવાર સાંજથી નસરાલ્લાહ સાથે કોઈ સંપર્ક થયો નથી.

આ પણ વાંચો—હિઝબુલ્લાનો ચીફ હસન નસરાલ્લાહ મિસાઇલ હુમલામાં માર્યો ગયો

Whatsapp share
facebook twitter