+

પરાળી સળગાવવા મુદ્દે Haryana સરકાર એક્શનમાં, લીધા આ બે મોટા નિર્ણયો

વાયુ પ્રદુષણને નાથવા હરિયાણા સરકાર એક્શનમાં પરાળી સળગાવવાને લઈને લીધા મહત્વના નિર્ણયો CM નાયબ સિંહ સૈનીએ ખેડૂતોના વખાણ પણ કર્યા દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં વાયુ પ્રદૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.…
  1. વાયુ પ્રદુષણને નાથવા હરિયાણા સરકાર એક્શનમાં
  2. પરાળી સળગાવવાને લઈને લીધા મહત્વના નિર્ણયો
  3. CM નાયબ સિંહ સૈનીએ ખેડૂતોના વખાણ પણ કર્યા

દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં વાયુ પ્રદૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઘણી જગ્યાએ AQI સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. પરાળી સળગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે હરિયાણા (Haryana) સરકારને પણ ફટકાર લગાવી હતી. આના પર નાયબ સિંહ સૈનીની સરકારે પરાળી સળગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો.

હરિયાણા (Haryana)ના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે શુક્રવારે પરાળી સળગાવતા ખેડૂતો સામે મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જો કોઈ ખેડૂત પરાળી સળગાવતો જોવા મળશે તો તેની સામે FIR નોંધવામાં આવશે. જે ખેડૂતો પરાળી સળગાવે છે તેમના કૃષિ રેકોર્ડમાં રેડ એન્ટ્રી કરવામાં આવશે, જેથી તેઓ આગામી બે સિઝન દરમિયાન ઈ-પ્રોક્યોરમેન્ટ પોર્ટલ દ્વારા મંડીઓમાં તેમનો પાક વેચી ન શકે.

આ પણ વાંચો : UP : SP MLA ની ગુંડાગીરી! SDM ને ધક્કો માર્યો… Video Viral

સરકારે બે મહત્વના નિર્ણયો લીધા…

તમને જણાવી દઈએ કે, ડાંગરની કાપણી કર્યા પછી, ખેડૂતો તેમના ખેતરમાં પરાળી સળગાવે છે કારણ કે તેમને ખેતર ખાલી કરીને તેમાં ઘઉં વાવવા પડે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પરાળી સળગાવવાથી રોકવા માટે સરકારે કડક પગલાં લીધા છે. સૈની સરકારે આ અંગે બે મહત્વના નિર્ણયો લીધા છે.

આ પણ વાંચો : Supreme Courtનો ચૂકાદો… પોતાની મરજીથી રહે છે મહિલાઓ..

CM સૈનીએ ખેડૂતોના વખાણ કર્યા…

અગાઉ, પરાળી સળગાવવા પર CM નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે હરિયાણા (Haryana)ના ખેડૂતો જાગૃત છે અને તેઓ તેમને અભિનંદન આપે છે, કારણ કે સુપ્રીમ કોર્ટે પણ તેમની પ્રશંસા કરી છે. સરકાર સબસિડી પર સાધનો પણ આપી રહી છે. ખેડૂતો ખૂબ જ જાગૃત છે અને તેઓ આવું કંઈ નહીં કરે.

આ પણ વાંચો : Jharkhand : NDA માં બેઠકોની વહેંચણી મુદ્દે લેવાયો આ નિર્ણય

Whatsapp share
facebook twitter