+

Gujarat Rain: ભારે વરસાદથી તારાજી,ગુજરાતની આ નદીઓ બની ગાંડીતૂર

Gujarat Rain: ગુજરાતમાં ધોધમાર વરસાદે નદી-નાળા છલકાવી દીધા છે. રાજ્યની લગભગ તમામ નદીઓ બે કાંઠે થઈ ગઈ છે, પાણીની પુષ્કળ આવક થતાં અનેક નદીઓ ભયજનક સપાટીને ઉપર વહેવા લાગી છે.…

Gujarat Rain: ગુજરાતમાં ધોધમાર વરસાદે નદી-નાળા છલકાવી દીધા છે. રાજ્યની લગભગ તમામ નદીઓ બે કાંઠે થઈ ગઈ છે, પાણીની પુષ્કળ આવક થતાં અનેક નદીઓ ભયજનક સપાટીને ઉપર વહેવા લાગી છે. ત્યારે ગુજરાતમાં કેવી છે નદીઓની સ્થિતિ?

 

રાજ્યની નદીઓમાં નવા નીર આવ્યા

ગુજરાતમાં મેઘરાજાએ કરેલી ધમાકેદાર બેટિંગને કારણે રાજ્યની નદીઓમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ગુજરાતની સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, તાપીની મીંડોળા, વ્યારા, વાલ્મિકી નદીઓ ગાંડીતૂર થઈ છે. તો વડોદરાની ઢાઢર અને છોટાઉદેપુરની ઓરસંગ નદી 2 કાંઠે વહેવા લાગી છે.

 

તાપીની ત્રણ નદીઓમાં ઘોડાપુર

તાપી જિલ્લાના વાલોડમાં આવેલી વાલ્મિકી નદીમાં ઘોડાપુર આવતાં તે ગાંડીતુર બની છે અને નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક ગામમાં આ નદીના પાણી ઘૂસી ગયા છે. તાપી જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવતાં નદીના પાણી અનેક ગામોમાં ઘૂસી ગયા છે. વાલોડ અને વ્યારાના અનેક ગામમાં નદીની પાણી ઘૂસતા લોકોની સ્થિતિ કફોડી બની છે. ઘરમાં ફસાયેલા લોકોને બચાવની કામગીરી કરાઈ રહી છે.

  • વાલ્મિકી નદી થઈ ગાંડીતૂર
  • નદીએ ધારણ કર્યું રૌદ્રરૂપ
  • વાલ્મિકી નદીનો આકાશી નજારો

 

પૂર્ણા નદી  બે કાંઠે

સુરતના મહુવામાંથી પસાર થતી આ પૂર્ણા નદીને જુઓ…નદી બે કાંઠે થઈ ગઈ છે. નદીમાં પાણીનો ધસમતો પ્રવાહ વહી રહ્યો છે. આ પાણીએ નદી કાંઠાના અનેક ગામોને નુકસાન કરી રહ્યું છે. નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતાં તેના પાણી શહેરના નીચણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા..લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં લોકોને સ્થળાતર કરવાની ફરજ પડી હતી. અનેક પરિવારોએ સ્કૂલોમાં રાત ગુઝારવી પડી હતી.

  • મહુવાની પૂર્ણા નદી ગાંડીતૂર
  • ઘોડાપુરનો આકાશી નજારો
  • પૂર્ણામાં પાણીનો ધસમસતો પ્રવાહ

ઓરસંગ નદી બે કાંઠે

દક્ષિણ પછી વાત મધ્ય ગુજરાતની કરીએ તો છોટાઉદેપુર અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદથી જિલ્લાની જીવાદોરી કહેવાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ઓરસંગનો આડબંધ પણ ઓવરફ્લો થઈ ગઈ છે.

  • ઓરસંગ નદી બે કાંઠે
  • આડબંધ થયો ઓવરફ્લો
  • નદીમાં પાણીની ભરપુર આવક

વાત વડોદરામાં હાહાકાર મચાવનારી વિશ્વામિત્રીની કરીએ શહેરમાં તાંડવ મચાવનારી આ નદીના જળસ્તરમાં ઘટાડો થતાં હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. નદીની સપાટી સતત ઘટી રહી છે. વરસાદ બંધ થતાં નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવા લાગ્યા છે.

આ પણ  વાંચો  Gujarat Rain : ભારે વરસાદના કારણે લોકો પરેશાન,અત્યાર સુધી 14,552 લોકોનું કરાયું સ્થળાંતર

આ પણ  વાંચો Tapi Rain:તાપીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, જિલ્લાના 115 માર્ગ ધોવાયા

આ પણ  વાંચો  Bharuch: Chandipura virus થી 4 વર્ષના બાળકનુ સારવાર દરમિયાન મોત…

Whatsapp share
facebook twitter