+

Gandhinagar : સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર! GPSC ની મહત્ત્વની જાહેરાત

સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ 3 ની 153 જગ્યા પર ભરતી જાહેર (Gandhinagar) નાયબ સેક્શન અધિકારી (કાયદા) 40 જગ્યાઓ પર ભરતી જાહેર ગાંધીનગર મહાનગરપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી જાહેર GPSC…
  1. સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ 3 ની 153 જગ્યા પર ભરતી જાહેર (Gandhinagar)
  2. નાયબ સેક્શન અધિકારી (કાયદા) 40 જગ્યાઓ પર ભરતી જાહેર
  3. ગાંધીનગર મહાનગરપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી જાહેર
  4. GPSC દ્વારા ભરતીઓની જાહેરાત કરવામાં આવી
  5. ઉમેદવારો આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે

Gandhinagar : સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. જીપીએસસી (Gujarat Public Service Commission) દ્વારા અનેક પદો પર ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ 3 ની 153 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. સાથે જ નાયબ સેક્શન અધિકારી (કાયદા) 40 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે.

આ પણ વાંચો – Ahmedabad : ‘તલવારો લઈને ફરે, ફાયરિંગ કરે છે તેને તો અટકાવી શકતા નથી’ : High Court

જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવી ભરતીઓ

જીપીએસસી (GPSC) દ્વારા રાજ્યમાં વિવિધ વિભાગમાં અનેક ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ, સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ 3 ની (Vehicle Inspector Class 3) 143 જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે. જ્યારે નાયબ સેક્શન અધિકારી (કાયદા) 40 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. આ સાથે ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકામાં પણ 45 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે.

આ પણ વાંચો – Ankleshwar : 5 હજાર કરોડનાં ડ્રગ્સ કેસ મામલે મુમતાઝ પટેલની પ્રતિક્રિયા, 5 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા

ઇચ્છુક ઉમેદવારો આવતીકાલથી ઓનલાઇન અરજી કરી શકશે

જીપીએસસી દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ, આ ભરતીઓ માટે ઇચ્છુક ઉમેદવારો આવતીકાલથી ઓનલાઇન અરજી કરી શકશે. જીપીએસસની સત્તાવાર વેબસાઇટ પરથી ઉમેદવારો આ ભરતી અંગેની સમગ્ર માહિતી મેળવી શકશે. આથી, ઇચ્છુક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂરી છે.

આ પણ વાંચો – Gandhinagar : કર્મચારીઓ પર સરકાર ઓળઘોળ! બોનસ સાથે લાંબી રજા!

Whatsapp share
facebook twitter