+

Salmanને ધમકી, તારી હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે…

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ધમકીભર્યો મેસેજ સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી જો પૈસા નહીં આપવામાં…
  • બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી
  • મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ધમકીભર્યો મેસેજ
  • સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી
  • જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે

Salman Khan Received a Death Threat : બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી (Salman Khan Received a Death Threat) મળી છે. આ વખતે પોલીસ ટ્રાફિક કંટ્રોલને મોકલવામાં આવેલા મેસેજમાં ધમકી આપવામાં આવી છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે.

મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ધમકીભર્યો મેસેજ

સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવવા અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.

જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે

આ મેસેજ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે તે સલમાન અને લોરેન્સ ગેંગ વચ્ચે સમાધાન કરાવશે, જેના માટે તેણે પૈસા માંગ્યા છે અને ચેતવણી આપી છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.

આ પણ વાંચો–Lawrence Bishnoi દાઉદ ઈબ્રાહિમના રસ્તે, 700 શૂટર્સ, 6 દેશોમાં ફેલાયેલું સામ્રાજ્ય

તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે

ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આવેલા મેસેજમાં મેસેજ કરનારે દાવો કર્યો હતો કે, “આને હળવાશથી ન લો, જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગતો હોય, તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.” પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે. મુંબઈ પોલીસે આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

બાબા સિદ્દીકીની હત્યા બાદ મળેલી ધમકી

સલમાન ખાનને આ ધમકી એવા સમયે મળી છે જ્યારે તાજેતરમાં જ દશેરાના દિવસે તેના નજીકના મિત્ર અને એનસીપીના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. હવે સલમાન ખાનની આ ધમકી બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

સલમાન ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી છે

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેને હવે Y+ સુરક્ષા આપવામાં આવી છે. ત્યારપછી તેમની સુરક્ષા માટે લગભગ 25 સુરક્ષાકર્મીઓ રોકાશે. જેમાં લગભગ 2 થી 4 NSG કમાન્ડો અને પોલીસ સુરક્ષાકર્મીઓ હાજર રહેશે. આ સિવાય બે થી ત્રણ વાહનો તેમની સાથે રહેશે જેમાં બુલેટ પ્રુફ વાહન પણ હશે.

આ પણ વાંચો—Salman Khan એ બિશ્નોઈ ગેંગને વળતી ધમકી આપવી જોઈએ : RGV

Whatsapp share
facebook twitter