Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જાડેજા સામે તલવારબાજીથી લઈ કોહલી-ગંભીરના ઝઘડા સુધી, જુઓ IPL 2023 ની યાદગાર ક્ષણો

07:45 PM May 30, 2023 | Viral Joshi

IPL 2023 નો ખિતાબ ચેન્નઈએ પોતાના નામે કરી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતને પાંચ વિકેટથી હરાવીને ખિતાબ કબ્જે કર્યો. આઈપીએલની આ સિઝન ઘણી જ રસપ્રદ રહી. 59 દિવસો સુધી ચાલેલા ટૂર્નામેન્ટમાં 74 મેચો રમાઈ હતી આ મેચો દરમિયાન એવી અનેક ક્ષણો જોવા મળી…

અરિજીત ધોનાને પગે લાગ્યો

31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ના ઉદ્ધાટન સમારોહ દરમિયાન એક ભાવુક ક્ષણ જોવા મળી. તસવીરમાં અરિજીત સિંહ ધોનીને પગે લાગ્યો હતો. આ તસવીરની ભારે વાયરલ થઈ હતી.

કોહલી, ગંભીર અને નવીન વચ્ચે ઝઘડો

લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચમાં લખનૌના નવીન ઉલ હક, વિરાટ કોહલ અને ગૌતમ ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કોહલી અને ગંભીર એકદમ સામસામે આવી ગયા હતા અને માહૌલ ગરમાય ગયો હતો.

ગાવસ્કરે લીધો ધોનીનો ઓટોગ્રાફ

IPL 2023 માં 14 મેના ચેન્નઈ અને કોલકત્તા વચ્ચે ચેપક મેદાનમાં મેચ રમાઈ હતી. મેચ બાદ ચેન્નઈના ખેલાડીઓ પ્રેક્ષકોને Thank You કહેવા ચેન્નઈના સ્ટેડિયમનું ચક્કર લગાવી રહ્યાં હતા ત્યારે ભારતના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્ક ધોની પાસે આવી ધોનીનો ઓટોગ્રાફ માંગ્યો હતો. જે પછી ધોનીએ તેમના ટી-શર્ટ પર ઓટોગ્રાફ આપ્યો ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

જાડેજા સામે તલવાર બાજી

ચૈન્નઈ અને દિલ્હી વચ્ચે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન જ્યારે ડેવિડ વોર્નરે રવિન્દ્ર જાડેજાને ચિડવવા માટે તેમની સ્ટાઈલમાં તલવારબાજી કરી તો જાડેજા હસવા લાગ્યો અને સ્ટેડિયમમાં હળવાશના દ્રશ્યો સર્જાયા. આ ક્ષણનો વીડિયો પર ભારે વાયરલ થયો હતો.

અર્શદીપે બે બોલમાં બે સ્ટમ્પ તોડ્યા

22 એપ્રીલ 2023ના પંજાબ અને મુંબઈ વચ્ચેની રોમાંચક મેચમાં પંજાબના બોલર અર્શદીપ સિંહે ધારદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી. તેમાંથી છેલ્લી ઓવરમાં તિલક વર્મા અને નેહલ વાઢેરને માત્ર બોલ્ડ જ ના કર્યાં પણ સાથે સાથે બે વખત મિડલ સ્ટમ્પ તોડી નાખ્યો. પંજાબે આ મેચ 13 રનથી જીતી હતી.

ધોનીએ ચેન્નઈમાં Lap of Honour

IPL 2023 માં 14 મેના ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા વચ્ચે ચેપક સ્ટેડિયમાં મેચ રમાઈ. આ ચેન્નઈનો લીગ રાઉન્ડમાં ચેપકમાં છેલ્લી મેચ હતી, આ મેચને કોલકત્તાએ જીત્યો હતો. મેચ જીત્યા બાદ ધોનીએ ચેપકમાં લેપ ઓફ ઓનર લીધું અને સાથે ખેલાડીઓ સાથે સ્ટેડિયમનું ચક્કર લગાવી ટીમનું સમર્થન આપવા માટે ફેન્સનો આભાર માન્યો.

શાહરૂખ ખાને કોહલીને ડાન્સ શિખવાડ્યો

6 એપ્રીલના બેંગલોર અને કોલકત્તા વચ્ચે રમાયેલી મેચમાં કોલકત્તાએ જીત મેળવી હતી. ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચને જોવા કોલકત્તાના માલિક શાહરૂખ ખાન પર આવ્યા હતા. તેમણે આ મેચ બાદ વિરાટ કોહલી સાથે ડાન્સ પણ કર્યો જેનો વીડિયો ખુબ વાયરલ થયો. શાહરૂખ ખાન મેદાન પર આવ્યા તેઓ દરેક ખેલાડીઓને ગળે મળ્યા. તેમણે કોહલી સાથે પણ મુલાકાત કરી. જે પછી વિરાટ કોહલીને પઠાન ફિલ્મના ગીત ઝુમે જો પઠાન ગીતના ડાન્સ સ્ટેપ્સ પણ શિખવ્યા.

દરેક જગ્યાએ ધોનીને ચિયર કરવા પહોંચ્યાં તેના ફેન્સ

દેશના કોઈ પણ સ્ટેડિયમમાં ધોની IPL ની મેચ જ્યાં પણ રમવા ગયા ત્યાં તેમના ફેન્સ તેમને ચીયર કરતા જોવા મળ્યા. ધોની કોઈ પણ રાજ્યમાં મેચ રમવા જાય ત્યાં તેના ચાહકો પીળી જર્સીમાં પહોંચતા હતા અને સ્ટેડિયમમાં ચેન્નઈની જર્સી ઉડીને આંખે વળગે તેવા દ્રશ્યો સર્જાતા હતા.

ધોનીએ જાડેજાને તેડી લીધો

ફાઈનલ મેચમાં ચેન્નઈને એક વખતે બે બોલમાં 10 રનની જરૂર હતી ત્યારે જાડેજાએ પાંચમાં બોલમાં છગ્ગો અને છેલ્લા બોલમાં ચોગ્ગો લગાવીને ચેન્નઈને જીતાડ્યું હતું, જે પછી જીતની ખુશીમાં ધોનીએ જાડેજાને તેડી લીધો. ધોની આ પહેલા ક્યારેય આ રીતની ઉજવણી નહોતા જોવા મળ્યા. મેચ બાદ તેઓ ભાવુક જણાયા.

આ પણ વાંચો : CSK ની જીત પર ખુશીથી રડી પડ્યા રિવાબા જાડેજા, VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.