+

આવતીકાલે વટવામાં યોજાશે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો આવતીકાલે વટવામાં દિવ્ય દરબાર યોજાશે .બાગેશ્વર ધામના શાસ્ત્રી ધીરેન્દ્ર પ્રસાદ હાલ ગુજરાતની મુલાકાતે છે..તેમની મુલાકાતને લઇને લોકોમાં ભારે ઉત્સાહ છે.. સુરતની તેમની મુલાકાતમાં જોઇ શકાયુ હતું…

બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો આવતીકાલે વટવામાં દિવ્ય દરબાર યોજાશે .બાગેશ્વર ધામના શાસ્ત્રી ધીરેન્દ્ર પ્રસાદ હાલ ગુજરાતની મુલાકાતે છે..તેમની મુલાકાતને લઇને લોકોમાં ભારે ઉત્સાહ છે.. સુરતની તેમની મુલાકાતમાં જોઇ શકાયુ હતું કે હજ્જારો લોકો તેમને સાંભળવા,તેમના દર્શન કરવા અને તેમની એક ઝલક પામવા માટે ઉમટી પડ્યા હતા.. અમદાવાદના ચાણક્યુપુરીમાં તેમનો કાર્યક્રમ આયોજીત હતો. પરંતુ એ વાતનો પહેલેથીજ અંદેશો મળી ગયો હતો કે હજ્જારો લોકો અહીં ઉમટી પડશે, અને ચાણક્યુપુરીમાં નક્કી કરાયેલી જગ્યા હ્જારો લોકોની ભીડને સંભાળી શકવા માટે સક્ષમ નથી.. જેથી ચાણક્યપુરીમાં આયોજીત કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. વટવામાં આવેલા શ્રીરામ મેદાનમાં બાગેશ્વર ધામના શાસ્ત્રી ધીરેન્દ્ર પ્રસાદના દરબારનું આયોજન કરાયુ છે. સાંજે 5 થી 7વાગ્યા દરમ્યાન આ દરબાર યોજાશે.

આજે અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો હતો. જોકે ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે દિવ્ય દરબાર સ્થાન ઓગણજમાં ગ્રાઉન્ડ પર ઠેર ઠેર પાણીના ખોબોચીયાં ભરાઇ ગયા હતા, અને મોટા ભાગની વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. સુરત બાદ ગાંધીનગર અને આજે અમદાવાદમાં બાગેશ્વર સરકાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવવાનો હતો, પરંતુ ગઇકાલે અચાનક પડેલા ભારે વરસાદ અને પવન ફૂંકાવવાના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. દિવ્ય દરબાર રદ્દ કરવો પડ્યો હતો.

Whatsapp share
facebook twitter