+

આવતીકાલે ક્ચ્છ ભાજપના કમલમ કાર્યાલયનું સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાશે

જિલ્લામાં લોકસભા તેમજ વિધાનસભાની છ એ છ સીટ, તમામ નગરપાલિકા અને 8 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો કબજો ભાજપ પાસે છે. ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ અને ભાજપના હોદેદારોને બેસવા, મિટિંગ તેમજ…

જિલ્લામાં લોકસભા તેમજ વિધાનસભાની છ એ છ સીટ, તમામ નગરપાલિકા અને 8 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો કબજો ભાજપ પાસે છે. ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ અને ભાજપના હોદેદારોને બેસવા, મિટિંગ તેમજ લોકોના પ્રશ્નો સાંભળવા સહિતના કાર્યક્રમો માટે ભુજના વી.ડી. હાઈસ્કૂલ પાસે આવેલું કાર્યાલય નાનું પડતું હોવાથી ગત વર્ષે કચ્છ જિલ્લા ભાજપના નવા મધ્યસ્થ કાર્યાલયનું ભૂમિપૂજન કરાયું હતું.

એક વર્ષના ટૂંકાગાળામાં કચ્છ કમલમ્‌નું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. જેનું આવતીકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ એવા સી.આર. પાટીલના હસ્તે ઉદ્દઘાટન કરવામામં આવશે. ભુજમાં એસવીસીટી પાછળ પ્રમુખ સ્વામી નગર રોડ પર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન આવતીકાલે તા. 5-6 ના સવારે 10.30 કલાકે રાખવામાં આવ્યું છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, ઝોન મહામંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ દેવજીભાઈ વરચંદના હસ્તે કચ્છ કમલમ્‌ ખુલ્લું મુકવામાં આવશે.

અહેવાલ : કૌશિક છાયા, ક્ચ્છ

આ પણ વાંચો : બોટાદમાં ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા 30 લોકોને ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવ્યો

Whatsapp share
facebook twitter