Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Amit Shah in Gujarat : આવતીકાલે 6 તબક્કામાં ભવ્ય રોડ શૉ, જાણો અમિત શાહના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

07:43 PM Apr 17, 2024 | Vipul Sen

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અમિત શાહ ગુજરાતની (Amit Shah in Gujarat) મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી 19 તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે આ પહેલા આવતીકાલે એટલે કે 18 એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં ભવ્ય રોડ શો કરશે. આજે અમિત શાહ ગાંધીનગર (Gandhinagar) મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા છે. અહીં, બીજેપીની (BJP) મહત્ત્વની બેઠક શરૂ થઈ છે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, મયંક નાયક, કે.સી.પટેલ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હોવાની માહિતી છે.

ગાંધીનગર મધ્યસ્ત કાર્યાલય ખાતે બેઠક

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસને (Amit Shah in Gujarat) લઈ ગાંધીનગર (Gandhinagar) મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. માહિતી મુજબ, અહીં પાર્ટીની મહત્ત્વની બેઠક શરૂ થઈ છે, જેમાં અમિત શાહ હાજરી આપશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), રાજ્યસભાના સાંસદ અને પ્રભારી મયંક નાયક (Mayank Nayak), ક્લસ્ટર ઇન્ચાર્જ કે.સી.પટેલ (K.C.Patel) સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હોવાની માહિતી છે. ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે.

સવારથી સાંજ સુધી 6 તબક્કામાં ભવ્ય રોડ શૉ

ઉમેદવારી નોંધાવતા પહેલા અમિત શાહ વિધાનસભા વિસ્તારોમાં ભવ્ય રોડ શૉ યોજશે. 18 એપ્રિલના રોજ અમિત શાહ સાણંદ (Sanand), કલોલ, સાબરમતી (Sabarmati), ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં ભવ્ય રોડ શૉ કરશે. ગાંધીનગર સંસદીય વિસ્તારની 6 વિધાનસભામાં રોડ શૉનું આયોજન કરાયું છે. સવારથી સાંજ સુધી 6 તબક્કામાં રોડ શૉ યોજાશે. આવતીકાલના રોડ શોમાં 5 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે. રોડ શોનાં સમાપન બાદ અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે.

અહીં જાણો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત :

. 18 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે 8 કલાકે સાણંદ ખાતે મેગા રોડ શૉ

. સવારે 9.30 કલાકે કલોલ જે.પી. ગેટ (કલોલ શહેર) ખાતે રોડ શૉ

. બપોરે 3 કલાકે સાબરમતીનાં સરદાર પટેલ ચોકથી ભવ્ય રોડ શૉની શરૂઆત, ચાંદલોડિયા રોડ ખાતે સમાપન

. સાંજે 4.30 કલાકે ઘાટલોડિયા ખાતે રોડ શૉ

. સાંજે 5.30 કલાકે નારણપુરામાં રોડ શૉ

. સાંજે 6.30 કલાકે વેજલપુરનાં જીવરાજ પાર્ક ખાતે રોડ શૉ

. રોડ-શોના બીજા દિવસે સભા કરશે

. 19 એપ્રિલ, 2024, શુક્રવાર, બપોરે 12 વાગ્યે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે.

 

આ પણ વાંચો – Naxalite Encounter : કાંકેર એન્કાઉન્ટર પર અમિત શાહે કહ્યું- દેશમાંથી નક્સલવાદને જડમૂળથી ઉખાડીશું…

આ પણ વાંચો – RUPALA : આ પાટીદાર નેતાનો સનસનીખેજ આરોપ, વાંચો અહેવાલ….

આ પણ વાંચો – GUJARAT BJP : પીએમ મોદીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધી