Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ રાશિના જાતકોને આજે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળે…

09:39 AM Dec 28, 2023 | Maitri makwana

આજનું પંચાંગ
1. તારીખ: 28 ડીસેમ્બર 2023, ગુરુવાર
2. તિથિ: માગસર વદ બીજ
3. નક્ષત્ર: પુનર્વસુ
4. યોગ: ઐંદ્ર
5. કરણ: તૈતિલ
6. રાશિ: મિથુન (ક,છ,ઘ)

દિન વિશેષ
• અભિજીત: 12:16 થી 12:59
• રાહુકાળ : 14:01 થી 15:21
• સિદ્ધિયોગ
• બુધ વક્રિ વૃશ્ચિક મા11:26
• ગુરૂ પુષ્યામૃત યોગ રાત્રે 25:03થી સુર્યોદય

મેષ (અ,લ,ઈ)
આજે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળે
આજે આપના વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થતા જોવા મળી શકે
આજે આપ આકર્ષણનું કેન્દ્ર બની રહેશો
આજે પ્રેમ જીવનમાં પ્રણય પ્રસંગોમાં પણ સફળતા પ્રાપ્ત થશે
ઉપાય : ગુલાબજળ યુક્ત જળથી સ્નાન કરવું
શુભરંગ : બદામિ
શુભ મંત્ર : ૐ શ્રીમાત્રે નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે આપના જીવનમાં ઉત્સાહ અને રોમાંચનો વધારો જોવા મળી શકે
પારિવારિક સંબંધોમાં પ્રગાઢતા આવશે
આજે પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થાય
સકારાત્મકતા સાથે જીવનની સુંદર પળોનો આનંદ લઈ શકશો
ઉપાય : આજે દહિનું સેવન કરવું
શુભરંગ : ક્રિમ
શુભ મંત્ર : ૐ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજનો દિન આપના માટે ખૂબ શુભ દિવસ સાબિત થશે
લોકો આજે તમારી વાતોથી પ્રભાવિત થશે
આજે આપના સંબધો મજબુત થશે
સામાજિક કાર્યક્રમોમાં આપને લાભ મળશે
ઉપાય : આજે કુળ દેવીની પુજા કરવી
શુભરંગ : પીળો
શુભ મંત્ર : ૐ શ્રીમ્ નમઃ ||

કર્ક (ડ,હ)
આજે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે
આજે આપનું આરોગ્ય સારું રહેશે
દરેક ક્ષેત્રમાં આજે તમને સફળતા મળી શકે છે
આજે મહાલક્ષ્મીની કૃપાથી મન પ્રફુલ્લિત બની રહેશે
ઉપાય : આજે ખીર/ મીઠા દુધનું સેવન કરવું
શુભરંગ : આસમાની
શુભ મંત્ર : ૐ ગજલક્ષ્મ્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)
આપનું વ્યક્તિત્વ આજે અલગ રીતે નીખરી આવશે
આત્મવિશ્વાસમાં આજે ભરપૂર વધારો થતો જોવા મળી શકે
આજે સકારાત્મક બની રહેશો
લાંબા સમયથી ચાલતી તકલીફમાંથી મુક્તિ પણ મળશે
ઉપાય : તુલસીજીની પૂજા કરવી
શુભરંગ : પોપટી
શુભ મંત્ર : ૐ અમ્બિકાયૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
જીવનસાથી સાથે સંબંધોમાં પ્રેમ અને મીઠાશ વધશે
આજે આનંદની ક્ષણો વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય
સામાજિક કાર્યોમાં પણ આજે ભાગ લઈ શકશો
આજે પ્રેમ પ્રસંગોમાં પણ સફળતા જોવા મળી શકે
ઉપાય : લિલોતરી ભાજીનું સેવન કરવું
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||

તુલા (ર,ત)
આજે સામાજિક જીવન વધુ સહજ અને સરળ બનશે
સામાજિક કાર્યોમાં મન લાગશે
નવા લોકોની મુલાકાત થશે
નવા વ્યવસાયના અવસરો પ્રાપ્ત થશે
ઉપાય : નારિયેળ પાણીનું સેવન કરવું
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ ત્રિપુરસુંદર્યૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે પ્રણય પ્રસંગોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે
જીવનસાથી સાથે સંબંધો મજબૂત અને પ્રગાઢ બનવાની સંભાવના
આજે આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે
આજે અણધાર્યા આકસ્મિક ધન લાભના અવસરો પ્રાપ્ત થશે
ઉપાય : આજે પર્ફ્યુમ છાંટવુ શુભ રહેશે
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ કમલવાસિન્યૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ઉત્સાહ અને જોશમાં વધારો થાય તેવી સંભાવનાઓ
આજે ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે તો પ્રગતિના અવસરો પ્રાપ્ત થશે
આજે પ્રવાસના યોગો પણ બની રહ્યા છે
આજે સુખ અને સમૃદ્ધિ પ્રદાયક દિવસ બની રહેશે
ઉપાય : આજે થોડું ચાલવાનું રાખજો
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ નંદિન્યૈ નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આજનો દિવસ આપના માટે ખૂબ જ શુભ સાબિત થશે
ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહેશે
પારિવારિક સંબંધોમાં પ્રેમ ભાવ વધશે
પરિવારમાં ધાર્મિક કે માંગલિક કાર્ય થવાની સંભાવના
ઉપાય : સાત્વિક આહાર ગ્રહણ કરવો
શુભરંગ : આસમાની
શુભ મંત્ર : ૐ દેવ વંદિતાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે આપની મહેનત શુભ પરિણામ પ્રદાન કરશે
આર્થિક સ્થિતિ મજબૂત બનતી દેખાઇ રહી છે
નવા વ્યવસાયના અવસરો પ્રાપ્ત થશે
મિત્રોની મુલાકાતથી આનંદમાં વધારો થશે
ઉપાય : આજે બાળકોને પ્રસન્ન કરવા
શુભરંગ : રૂપેરિ
શુભ મંત્ર : ૐ વૈષ્ણવ્યૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે વ્યાપારમાં પ્રગતિ થતી જોવા મળે
આજે જીવન ઉપયોગી સુખ સુવિધાના સાધનોમાં વધારો થાય
મિત્રો અને સંબંધીઓ તરફથી આજ આપને લાભની પ્રાપ્તિ થશે
દિવસ આનંદમાં રહેશે
ઉપાય : આજે જરૂરિયાતમંદની મદદ કરશો
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ શ્રીનારાયણ વલ્લભાયૈ નમઃ ||