Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ પદે જગદીપ ધનખડે લીધા શપથ

10:34 PM Jun 24, 2023 | Vipul Pandya

દેશને આજે નવા ઉપરાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે. નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જગદીપ ધનખડે આજે રાષ્ટ્રપતિ ભવનમાં બપોરે 12.30 કલાકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિને શપથ લેવડાવશે.
6 ઓગસ્ટે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં NDAના ઉમેદવાર ધનખડે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ અલ્વાને હરાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ  તેમને બપોરે 12.30 વાગ્યે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ધનખડ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું સ્થાન લેશે. વેકૈયા નાયડુનો કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ છે. ધનખડ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ હશે. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા જગદીપ ધનખડે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી છે. 
મહત્વનું છે કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખડને 528 વોટ મળ્યા જ્યારે તેમના હરીફ વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ અલ્વાને 182 વોટ મળ્યા હતા. જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ માન્ય મતોના 72 ટકાથી વધુ મતો સાથે જંગી જીત મેળવી હતી. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની છેલ્લી છ ચૂંટણીઓમાં ધનખડને સૌથી વધુ માર્જિનથી વિજય મળ્યો છે.
1997 પછીની છેલ્લી છ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખડની જીતનું માર્જિન સૌથી વધુ છે. જોકે, 1992માં અપક્ષ ઉમેદવાર કાકા જોગીન્દર સિંઘ સામે પડેલા 701 મતોમાંથી 700 મત મેળવીને કે.આર. નારાયણન સૌથી વધુ માર્જિન સાથે ઉપરાષ્ટ્રપતિની જીતનો રેકોર્ડ ધરાવે છે.