Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આજે વિશ્વ સાયકલ દિવસ, જાણો શું છે મહત્વ અને કઇ રીતે થઇ આ દિવસની ઉજવણીની શરૂઆત

10:12 AM Jun 03, 2023 | Vishal Dave

દર વર્ષે 3 જૂને વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સાયકલનું મહત્વ સમજાવીને સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે. સાયકલ ચલાવવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેને નિયમિત રીતે ચલાવવાથી શરીર સ્વસ્થ અને ફિટ રહે છે. આ જ કારણ છે કે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ જાગૃતિ ફેલાવવા માટે 2018માં ‘વર્લ્ડ સાયકલ ડે’ ઉજવવાનું શરૂ કર્યું.

તે ક્યારે શરૂ થયું ?

આ વર્ષે છઠ્ઠો ‘વિશ્વ સાયકલ દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 3 જૂન, 2018 ના રોજ વિશ્વ સાયકલ દિવસ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુએનના અધિકારીઓ, ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના સ્વાસ્થ્યને થતા ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા હતા. જે પછી આ દિવસ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવ્યો.

વિશ્વ સાયકલ દિવસનું મહત્વ
યુનાઈટેડ નેશન્સ અનુસાર,આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વભરના દેશોને વિવિધ વિકાસ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલને શામેલ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે રાહદારીઓની સલામતી અને સાયકલ ચાલકની સલામતીને પ્રોત્સાહન આપવાનો પણ છે.. તેમાં લોકોમાં સાયકલનો વ્યાપ વધારવા અને તેના ફાયદાઓ વિશે માહિતી આપવાનો સમાવેશ થાય છે. જેથી લોકો સાયકલ ચલાવવાને તેમના જીવનનો એક ભાગ બનાવી શકે.

સાયકલ ચલાવવાના ફાયદા
સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે. સાયકલ ચલાવવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. દરરોજ લગભગ અડધો કલાક સાયકલ ચલાવવાથી સ્થૂળતા, હૃદયરોગ, ડાયાબિટીસ, સંધિવા અને માનસિક બીમારી જેવા અનેક રોગોથી રક્ષણ મળે છે.

નિયમિત સાયકલ ચલાવવાથી પર્યાવરણનું પ્રદૂષણ પણ થતું નથી. સાયકલ ચલાવવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. રોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી શરીર ફિટ રહે છે અને શરીર પર ચરબી જમા થતી નથી. આનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. સાયકલ ચલાવવાથી હૃદય અને ફેફસાં મજબૂત થાય છે. નિયમિત સાયકલ ચલાવવાથી મન પણ સ્વસ્થ રહે છે.