Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રોહિત શર્માનો આજે છે 35મો જન્મદિવસ, હિટમેનના નામે છે એક રેકોર્ડ જેની આસપાસ પણ નથી કોઇ

11:09 AM Apr 17, 2023 | Vipul Pandya

IPL ના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માનો આજે 35 મો જન્મદિવસ છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન બન્યા બાદ ટીમ 5 વખત IPL નો ખિતાબ જીતવામાં સફળ સાબિત થઇ છે. જોકે, આ વર્ષે ચાલુ સીઝન રોહિત અને તેની ટીમ માટે કઇ ખાસ રહી નથી. રોહિત શર્માના યુવરાજ સાથેના સ્પેશિયલ ક્ષણને યાદ કરતા મુંબઈ ઈન્ડિયન્સે હિટમેનનો એક વિડીયો શેર કર્યો છે. 

ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન 
રોહિત શર્મા આજે 30 એપ્રિલે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તે હાલમાં તેના પરિવાર સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બાયો બબલમાં છે. તેના જન્મદિવસના અવસર પર રોહિત શર્મા સીઝનની 9મી મેચ રમવા જશે, અને તે ઇચ્છશે કે આ દિવસે ટીમ પ્રથમ જીત મેળવે. રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં થયો હતો. 2022માં તે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પરિવારની ઓછી આવકને કારણે, રોહિત શર્માનો ઉછેર તેના દાદા-દાદીએ બોરીવિલીમાં કર્યો હતો. તેનો એક ભાઈ વિશાલ શર્મા પણ છે. તેના એક કાકાના પૈસાથી રોહિતે 1999માં ક્રિકેટ એકેડમીમાં એન્ટ્રી લીધી હતી. જ્યાં તે કોચ દિનેશ લાડને મળ્યો અને તેમના માર્ગદર્શન હેઠળ રોહિત આજે અહીં પહોંચ્યો હતો. રોહિત શર્મા હાલમાં ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 400 મેચ રમી છે, જેમાં તેના કુલ 15,733 રન છે. રોહિત શર્માએ તમામ ફોર્મેટમાં 41 સદી અને 84 અડધી સદી ફટકારી છે. મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી રોહિત અને તેની પત્ની સાથે પુત્રીનો એક ફોટો શેર કરવામાં આવ્યો છે.

ODIમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ
રોહિત શર્માના નામે ODIમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ છે. તેણે તે મેચમાં શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા. જે એક ટીમનો સ્કોર હોય છે, તે તેનો વ્યક્તિગત સ્કોર હતો. તે એકમાત્ર ક્રિકેટર છે જેણે ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. જાન્યુઆરી 2020 માં, રોહિત શર્માને ICC ODI પ્લેયર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, રોહિત શર્માએ ICC વર્લ્ડ કપ 2019માં 5 સદી ફટકારી હતી. કોઈપણ વર્લ્ડ કપ એડિશનમાં આટલી સદી ફટકારનાર તે એકમાત્ર ખેલાડી છે. વર્ષ 2019માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે તેણે બે સદી ફટકારી હતી. પ્રથમ મેચની બંને ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારવી સરળ નથી. આ જ શ્રેણીમાં રોહિત શર્માએ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ છક્કા મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝના શિમરોન હેટમાયરનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિતે આ સીરીઝમાં 15 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ એક ઇનિંગમાં સિક્સ અને ફોર સાથે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેની સૌથી મોટી ODI ઇનિંગ્સ દરમિયાન, તેણે બાઉન્ડ્રી દ્વારા 186 રન બનાવ્યા હતા. IPLમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. તેણે 5,764 રન બનાવ્યા છે. જ્યારે શિખર ધવન તેના ઉપર 6086 રન અને વિરાટ કોહલીના 6411 રન છે. રોહિત શર્માને દેશના બે સૌથી મોટા સન્માન – અર્જુન એવોર્ડ અને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રોહિત શર્માને લોકો હિટમેન પણ કહે છે
રોહિત શર્મા ક્રિકેટ ઈતિહાસમાં ભારતના સૌથી પ્રતિભાશાળી ક્રિકેટરોમાંથી એક છે. જો આપણે ક્રિકેટના ઈતિહાસના મહાન બેટ્સમેનોની યાદી બનાવીએ તો રોહિત શર્મા તે યાદીનો ભાગ હોયો તો નવાઇ નહીં. તે ભારતીય બેટિંગ ઓર્ડરમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. બેટિંગ કરતી વખતે તે એકદમ શાંત અને સમજદાર દેખાય છે. તેનું પૂરું નામ રોહિત ગુરુનાથ શર્મા છે. લોકો તેને તેના હુલામણા નામ, હિટમેન, રો હિટથી પણ બોલાવે છે. વળી કમાણીના મામલે પણ રોહિત કોઇનાથી પાછળ નથી. 2021 સુધીમાં $25 મિલિયન (રૂ.186 કરોડ)ની નેટવર્થ છે. અલબત્ત IPL 2022 મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્મા માટે સારી રહી નથી, પરંતુ તેમ છતાં તે સૌથી સફળ કેપ્ટન અને સૌથી વધુ ટાઇટલ ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ છે. રોહિત શર્માએ 2013, 2015, 2017, 2019 અને 2020માં પોતાની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યું હતું.

ઇન્ઝમામ-ઉલ-હક જેવો આળસુ
આખી દુનિયા તેને હિટમેન તરીકે ઓળખે છે. જ્યારે તે ક્રિઝ પર ઉતરે છે ત્યારે ઘણી બધી અપેક્ષાઓ એક સાથે મેદાનમાં આવે છે. ઘણા લોકોની નજરમાં તે ઇન્ઝમામ-ઉલ-હક જેવો આળસુ છે. કેટલાક કહે છે કે તેના બેટમાં માર્ક વો જેવો પ્રવાહ છે. રોહિત પાસે ટાઈમિંગ છે. અમેઝિંગ ટાઇમિંગ. જ્યારે બોલ અને બેટ મેચ થાય છે ત્યારે જોનારા લોકોની આંખો હળવી થઈ જાય છે. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ પાંચ-પાંચ વખત મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં ટાઈટલ જીત્યું છે. તે વિપક્ષને એવી સ્થિતિમાં મૂકી દે છે કે તેને ખબર નથી પડતી કે તેને આઉટ કરવો કે તેની બેટિંગના વખાણ કરવા. રોહિત ગુરુનાથ શર્માની આ ખાસિયત છે.

2022માં રોહિતનું સૌથી ખરાબ પ્રદર્શન
ભારત અને મુંબઈ ઈન્ડિયન્સના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા આ સમયે પોતાના ફોર્મને લઈને ચિંતિત છે, તેની સાથે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ ગઈ કાલે રોહિતની નબળાઈ વિશે વાત કરી હતી જ્યાં રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનું IPLમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળે છે. જ્યાં ટીમ અત્યાર સુધી એક પણ જીત નોંધાવી શકી નથી ત્યાં IPLમાંથી ટીમની બહાર થવાની સ્થિતિ પણ સર્જાતી જોવા મળી રહી છે.