+

Parliament :  TMC સાંસદે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી

ગૃહમાં હંગામાને કારણે સોમવારે 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાંથી 33 સાંસદો લોકસભાના અને 45 સાંસદો રાજ્યસભા (rajyasabha)ના પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ સસ્પેન્ડેડ સાંસદો ગૃહની સીડી…
ગૃહમાં હંગામાને કારણે સોમવારે 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાંથી 33 સાંસદો લોકસભાના અને 45 સાંસદો રાજ્યસભા (rajyasabha)ના પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ સસ્પેન્ડેડ સાંસદો ગૃહની સીડી પાસે બેસીને વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભા(rajyasabha)ના અધ્યક્ષ જગદીપ ધનખડ (Jagdeep Dhankhard) ની મિમિક્રી કરી હતી. તેઓએ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ગૃહ ચલાવવાની તેમની રીતની મજાક ઉડાવી હતી. આ સમયે રાહુલ ગાંધી પણ સામે જ ઉભા હતા અને તે હસતા જોવા મળ્યા હતા અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

જગદીપ ધનખડે પોતાની નારાજગી વ્યક્ત કરી
હવે આ મામલે ખુદ જગદીપ ધનખડે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ સિવાય તેમણે રાજ્યસભા (rajyasabha)માં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મેં હમણાં જ એક ટીવી ચેનલ પર જોયું, જ્યારે એક સાંસદ અધ્યક્ષની મજાક ઉડાવી રહ્યા હતા અને તમારો એક મોટો નેતા તેનો વીડિયો બનાવી રહ્યો હતો. જગદીપ ધનખડે કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમને સદબુધ્ધિ મળે. ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે અધ્યક્ષ પદ અલગ છે. રાજકીય પક્ષો પક્ષમાં કે વિરોધમાં એકબીજાનો સામનો કરી શકે છે. પરંતુ અધ્યક્ષને આનાથી દૂર રાખવા જોઈએ.
રાહુલ ગાંધી જ આ વીડિયો બનાવી રહ્યા હતા
અધ્યક્ષ જગદીપ ધનખડે કોઈનું નામ નથી લીધું, પરંતુ રાહુલ ગાંધી જ આ વીડિયો બનાવી રહ્યા હતા. સ્પષ્ટ છે કે તેઓ રાહુલ ગાંધીથી નારાજ હતા. કલ્યાણ બેનર્જીએ વિરોધ દરમિયાન જગદીપ ધનખડની ગૃહ ચલાવવાની રીતની મજાક ઉડાવી હતી અને આ જોઈને ઘણા વિપક્ષી સાંસદો હસતા રહ્યા હતા. આ સિવાય રાહુલ ગાંધી પણ હસતા હતા અને પછી થોડી વાર પછી ખિસ્સામાંથી ફોન કાઢીને વીડિયો બનાવવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્રમાં અત્યાર સુધી 141 સાંસદોને હંગામો અને અભદ્ર વર્તનના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Whatsapp share
facebook twitter