Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

TMC સાંસદના જૈન સમાજ પરના નિવેદનના ગુજરાતમાં પડઘા! સુરતમાં કરાયો વિરોધ

11:55 AM May 04, 2023 | Vipul Pandya

TMCના સાંસદ મહુઆ મોઇત્રા સાંસદમાં જૈન સમાજ સામે કરાયેલી વિવાદિત ટિપ્પણી અને નિવેદન સામે સમગ્ર જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. અને ઠેર ઠેર જૈન સમાજે TMCના સાંસદનો વિરોધ કર્યો છે. સુરતમાં પણ જૈન સમુદાયે કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરાયો હતો અને સંસદ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
શું છે વિવાદ?
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાજીએ સંસદમાં જૈન ધર્મના લોકો વિરુદ્ધ નિવેદન આપ્યું હતું કે ‘જૈનો અમદાવાદની ગલીઓમાં નોન -વેજ ખાવા જાય છે.’ જેને લઈ જૈન સમાજ વિરુદ્ધના સાંસદના આ નિવેદનનો ઠેર ઠેર ભારે વિરોધ થઇ રહ્યો છે. સંસદમાં જૈન સમાજ માટે બોલાયેલા શબ્દોના મામલે વિરોધ કરાયો હતો. નિવેદન સામે સાંસદે જાહેરમાં માફી માંગવા જૈન સમાજે માંગ કરી હતી. 
વિવાદિત ટિપ્પણી મુદ્દે કોણે વિરોધ કર્યો ?
સુરતના જૈન યુવક મહાસંઘs આ નિવેદનને સમગ્ર જૈન સમાજ તથા સમાજના મૂલ્યોનું ઘોર અપમાન ગણાવ્યું હતું તો સુરત મનપાના પૂર્વ ડે.મેયર નિરવ શાહ સહિત જૈન સમર્થકોએ આ મામલે વિરોધ કર્યો હતો. સંસદ સામે કડક પગલા ભરવા જૈન યુવક મહાસંઘે  કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
જૈન સમાજની માફી માંગો: સી.આર.પાટીલ
આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે, ‘TMCના  સાંસદે જૈનોની અહિંસાના મંત્રનું ઘોર અપમાન કર્યું છે.’ આ મામલે સાંસદે જાહેરમાં માફી માંગવી જોઈએ. જૈન સમાજ વિરુદ્ધ થયેલી ટિપ્પણીને સી.આર પાટીલે વખોડી કાઢી હતી. પાટીલે વધુમાં ઉમેર્યુ હતું કે કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને સેવાના માર્ગ પર કઈ રીતે જવાય તે દિશા જૈન સમાજે આપી છે, તેવા અનેક દાખલ સમાજ સામે છે. જૈન સમાજે હમેશા શાંતિનો સંદેશો આપ્યો છે. ત્યારે આવા સમાજ પર ટીપ્પણી કરવી એ ખૂબ જ દયનીય છે.