+

TMC Leader: West Bengal માં દિન દહાડે TMC ની હત્યા કરવામાં આવી

TMC Leader: Lok Sabha Election ના આહ્વાન સાથે West Bengal માં ફરી હિંસાનો લોહિયાળ ખેલ શરૂ થઈ ગયો છે. TMC ના એક નેતાની તાજેતરમાં દિનદહાડે હત્યા કરવામાં આવી છે. આ…

TMC Leader: Lok Sabha Election ના આહ્વાન સાથે West Bengal માં ફરી હિંસાનો લોહિયાળ ખેલ શરૂ થઈ ગયો છે. TMC ના એક નેતાની તાજેતરમાં દિનદહાડે હત્યા કરવામાં આવી છે. આ ઘટના મુર્શિદાબાદ જિલ્લાના બહરમપુરમાં બની હતી.

આ ઘટનામાં તૃણમૂલ નેતા અને જિલ્લા મહાસચિવ Satyan Chaudhary નું ગોળી વાગવાથી મોત થયું હતું. Satyan Chaudhary એક સમયે Adhir Chaudhry ના નજીક હતા. પરંતુ બાદમાં તેઓ તૃણમૂલમાં જોડાયા હતા, પરંતુ તાજેતરમાં Satyan Chaudhary ની રાજનીતિથી દૂરી વધી રહી હતી. ત્યારે હાલમાં જ બદમાશોએ તેમને ગોળી મારીને હત્યા કરી નાખી છે.

TMC Leader

TMC Leader

તે ઉપરાંત 4 જાન્યુઆરીએ પશ્ચિમ મેદિનીપુરના ખેજુરીના પશ્ચિમ ભગનબારી ગામમાં તૃણમૂલ કાર્યકરનો મૃતદેહ મળ્યો હતો. તેના વિરોધમાં તૃણમૂલ કાર્યકર્તાઓએ ખેજુરી વિધાનસભાના બરતાલા અને કલગેચિયા વિસ્તારમાં રોડ બ્લોક કરીને વિરોધ કર્યો હતો. તે સહિત આ પહેલા BJP ના એક કાર્યકરનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

Satyan Chaudhary એક સમયે અધીર ચૌધરીના નજીક હતા

એક અહેવાલ અનુસાર, સત્યેન ચૌધરી તેના ઘણા અનુયાયીઓ સાથે બહેરામપુરના ભાકુરી ચોક પર નિર્માણાધીન બહુમાળી ઈમારત પાસે બેઠા હતા. ત્યારે બે બાઇક પર સવાર ત્રણ બદમાશોએ Satyan Chaudhary ને ઘેરી લીધા હતો. ત્યારે બદમાશોએ એક પછી એક ત્રણ રાઉન્ડ ફાયરિંગ (Shooting) કર્યું હતું.

ત્યાર બાદ તાત્કાલિક ગોળીઓનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો લોહીથી લથબથ Satyan Chaudhary ને બચાવવા દોડી આવ્યા હતા. તેને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સત્યેન ચૌધરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

Election પહેલા ફરી હિંસાનો ખેલ

બહેરામપુર નગરપાલિકાના અધ્યક્ષ નાદુગોપાલ મુખોપાધ્યાયે આરોપ લગાવ્યો કે, “કોંગ્રેસ અને CPM સમર્થિત બદમાશોએ લોકસભા ચૂંટણી પહેલા અશાંતિ ફેલાવવા માટે સત્યેનની હત્યા કરી. ડાબેરીઓ પરના આરોપોને નકારી કાઢતા, મુર્શિદાબાદ જિલ્લા સીપીએમ સેક્રેટરી જમીર મોલ્લાએ કહ્યું, “તેમની તેમના જ લોકો દ્વારા હત્યા કરવામાં આવી છે.” આ TMC ની આંતરિક લડાઈ છે.

આ પણ વાંચો:

તૃણમૂલ નેતાની હત્યા મુર્શિદાબાદ જિલ્લા પોલીસ અધિક્ષક સૂર્ય પ્રતાપ યાદવે કહ્યું, “ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાની આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરીને ગુનેગારોને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”

આ પણ વાંચો: Maldives : પીએમ મોદી પર વાંધાજનક નિવેદન આપનારા ત્રણ મંત્રીઓને કર્યા બરતરફ…

Whatsapp share
facebook twitter